મોરબીમાં ઓનર કિલીંગ: માતા-પિતા અને મોટી પુત્રીએ સાથે મળીને નાનીની હત્યા કરી

  • પરિવારે પોતાનું સત્ય બહાર ન આવે તે માટે સગીરાનું મોત હાર્ટ એટેકને કારણે થયુ હોવાની વાત ઉપજાવી નાંખી હતી.

મોરબી,વાંકાનેરના દિઘડીયામાં ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. પ્રેમી સાથે વાત કરવાનીના પાડવા છતા સગીરાએ સબંધ ચાલુ રાખ્યો હતો. જેના કારણે માતા, પિતા અને પુત્રીએ ભેગા મળીને સગીરાની હત્યા નિપજાવી નાંખી હતી. દિઘડીયામાં ઘરના જ હત્યારા બન્યા છે. પિતા મહેશ ગોંડલિયા, માતા સુરેખા ગોંડલિયા અને બહેન હિરલ વિરુદ્ધ રિંકલ ગોંડલિયાની હત્યાનો ગુનો નોંધાયો છે. આ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારે પોતાનું સત્ય બહાર ન આવે તે માટે સગીરાનું મોત હાર્ટ એટેકને કારણે થયુ હોવાની વાત ઉપજાવી નાંખી હતી. જોકે, આ કેસમાં તપાસ કરાતા આખું સત્ય બહાર આવ્યુ છે. આ સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી પ્રાથમિક વિગત પ્રમાણે, વાંકાનેરના દિઘડીયામાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. આ ગામની એક સગીર દીકરી રિંકલ ગોંડલિયાનું તેના માતા, પિતા અને બહેને જ મળીને હત્યા કરી નાંખી છે. આ સગીરાનો એક યુવક સાથે સંબંધ હતો. પરિવારે આ સગીરાને અનેકવાર તેની સાથે બોલવાની ના પાડી હતી. પરંતુ સગીરાએ તેમનું ન માનતા પરિવારે તેની હત્યા કરી નાંખી છે. જે બાદ આ હત્યાની જાણ અન્ય લોકોને ન થાય એટલે તેમણે આ સગીરાનું હાર્ટ એટેકના કારણે મોત થયાની વાત ઉપજાવી નાંખી હતી. વાંકાનેર તાલુકા પોલીસે પિતા મહેશ ગોંડલિયા, માતા સુરેખાબેન ગોંડલિયા અને બહેન હિરલ ગોંડલિયા વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે આ ચકચાર મચાવતા કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે.

એ યાદ રહે કે થોડા દિવસ પહેલા હરિયાણાના ગુરુગ્રામમાં પણ ઓનર કિલિંગની ઘટના ઘટી હતી. જેમા ૧૮ વર્ષની છોકરીની હત્યાનો મામલો સામે આવ્યો હતો. ગુરૂગ્રામના સોહના વિસ્તારમાં પિતા, ભાઈ અને કાકાએ મળીને ૧૮ વર્ષની પુત્રીની હત્યા કરી હતી. ઓનર કિલિંગ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતો. ગુરુગ્રામ પોલીસે મૃતક છોકરી માનસીના પિતા, ભાઈ અને કાકાની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ૩૧ જાન્યુઆરીએ યુવતી કોમ્પ્યુટર ક્લાસ માટે ગઈ હતી. તે ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોએ સદર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ૩૩ દિવસની ઉંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસે ઓનર કિલિંગનો પર્દાફાશ કર્યો હતો.