
મોરબી,
મોરબીના કંડલા બાયપાસ ઉપર રહેતા પરિવારની સગીરવયની દીકરીની સાથે દૂર વ્યવહાર કરવામાં આવ્યો હોય ભોગ બનેલ પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
કંડલા બાયપાસ ઉપરના રહેણાંક વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દીકરી સાથે દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું અને બાદમાં સગીરાને તારા ભાઈ અને પિતાને મારી નાંખીશ તેવી ધમકી આપવામાં આવી હતી.
જેથી ભોગ બનેલ સગીરા ડરી ગઈ હતી બાદમાં આ અંગે પરિવારજનોને સમગ્ર હકીક્તની જાણ થતા તેમના પગ હેઠળથી જમીન નીકળી ગઈ હતી. બાદમાં ભોગ બનેલ પરીવારે એ ડિવિઝન પોલીસ મથક ખાતે નરસી નથુભાઇ સોલંકી નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ ૩૭૬ (દુષ્કર્મ) હેઠળ ગુનો નોંયો છે.જેની તપાસ પીએસઆઇ પી.આર.સોનારા ચલાવી રહ્યા છે.