મોરબી: મોરબીની કોર્ટ પરિસરમાં આવેલ વાંકાનેર યાર્ડના ચેરમેન પોતાની સાથે પરવાના વાળું હથિયાર સાથે લાવ્યા હતા જે હથિયાર જોઈ શકાય તેમ રાખી લોકોમાં ભય ઉત્પન્ન થાય તેવી રીતે પોતાની કમરમાં બાંધી કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રવેશ કરવામાં આવ્યો હોય. જેને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે.
મોરબી સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા હિતેષભાઈ મુળજીભાઈ મકવાણાએ આરોપી એવા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન ગુલામભાઇ અમીભાઇ પરાસરા વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, મોરબી કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવેલ હોય ત્યારે ગઇકાલે જાહેરમાં દેખાય તેવી રીતે પોતાની કમર પર હથિયાર (પિસ્ટલ) બાંધીને કોર્ટ કમ્પાઉન્ડમાં નીકળતા. તેને રોકીને નામઠામ પૂછતાં વાંકાનેર યાર્ડના ચેરમેન ગુલામભાઇ અમીભાઇ પરાસરા (ઉ.વ.૫૮, રહે સિંધાવદર તા. વાંકાનેર)ના રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
જે હથિયાર અંગે પૂછતા હથિયાર પોતાનું પરવાના વાળું હોવાનું જણાવ્યું હતું. જેના પરવાના નંબર અંગે પણ માહિતી આપી હતી. તેઓ મોરબી કોર્ટમાં હાજરી આપવા આવ્યા હતા પોતે એક કેશમાં આરોપી હોય અને આજે કોર્ટમાં આવ્યા હતા. કોર્ટ કમ્પાઉન્ડ ફાયર આર્મ્સ મુક્ત તેમને હોય અને કોર્ટમાં ઘણા બધા ફરિયાદી, સાહેદો, પંચો, જુબાની આપવા માટે આવતા હોય છે. ત્યારે લોકોમાં દેખાય તેવી રીતે હથિયાર લટકાવી ફરતા હોવાથી જેથી લોકોમાં ભય ઉભો થતો હોય. જેથી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે.