અમદાવાદ, મોરબી દુર્ઘટના કેસમાં નીમવામાં આવેલ એસઆઇટીએ હાઇકોર્ટમાં ૫૦૦૦ પાનાંનો રિપોર્ટ રજૂ કર્યો છે. એસઆઇટી દ્વારા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ ઘટના માટે ઓરેવા કંપનીનાં તમામ લોકો જવાબદાર હોવાનું પણ એસઆઇટીનું કહેવું છે.
મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે એસઆઇટીની ટીમે ૫૦૦૦ પાનાનો તપાસ અહેવાલ હાઇકોર્ટમાં રજૂ કર્યો છે.એસઆઇટી દ્વારા રજૂ કરવામાં આવેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી હતી. ઘટના માટે ઓરેવા કંપનીનાં તમામ લોકો જવાબદાર તો બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર તમામ જવાબદાર હોવાનું પણ એસઆઇટીનું કહેવું છે.
એસઆઇટીના રિપોર્ટ મુજબ મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટના મામલે એમડી જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ જવાબદાર છે. ઘટનાને લઇ તમામ લોકો જવાબદાર હોવાનું એસઆઇટીના રિપોર્ટમાં ખુલ્યુ છે.એસઆઇટીના રિપોર્ટ મુજબ બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નહતો તો ઓવરલોડ સંખ્યા રોકવાની વ્યવસ્થા નહોતી કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે.
એસઆઇટીના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નહોતો. આ સાથે ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ કર્યું ન હતુ. ટિકિટ વેંચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ કરવામાં આવ્યો ન હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે