મોરવા(હ)ના પટેલ ફળીયામાં સ્ટેટ મોનિટરીંગ સેલે રેઈડ કરી 54 હજારના ઈંગ્લીશ દારૂ સાથે બે ઈસમોને ઝડપ્યા

મોરવા(હ), મોરવા(હ)ના પટેલ ફળીયામાંં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા બાતમીના આધારે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઈંંગ્લીશ દારૂ તથા બીયર ટીન મળી કુલ નંગ-468 કિંંમત 54,950/-રૂા. મોબાઈલ ફોન ટુ વ્હીલર અને રોકડ મળી કુલ 80,370/-રૂપીયાના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ)ના પટેલ ફળીયામાં રહેતા આરોપી ચંદ્રસિંહ ઉર્ફે ચંદુ વખતસિંહ પટેલ તથા મુખ્ય આરોપી શકિતસિંહ તખતસિંહ પટેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો લાવીને ધંધો કરતા હોય તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા રેઈડ કરવામાં આવી હતી. રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂની બોટલો તેમજ બીયર ટીન મળી કુલ નંગ-468/- કિંમત 54,950/-રૂપીયા તથા મોબાઈલ ફોન નંગ-2, ટુ વ્હીલર તેમજ અંગઝડતીમાં 420/-રૂપીયા મળી કુલ કિંમત 80,370/-રૂપીયાના મુદ્દામાલ સાથે ચંદ્રસિંહ ઉર્ફે ચંંદુ પટેલ, શકિતસિંહ વખતસિંહ પટેલને ઝડપી પાડવામાંં આવ્યા હતા. આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધાવા પામ્યો છે.