મોરવા(હ),બિમારીઓથી પિડિત દર્દીઓ માટે ડોક્ટર તારણહાર ગણાય છે પરંતુ અમુક માન્યતા પ્રાપ્ત તબીબી શિક્ષણ અને પ્રમાણપત્રો વિના બોગસ સર્ટિફિકેટોને આધારે ડોકટર બનીને અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના ભોળપણ અને અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવી કમાણી કરતા હોય છે. આવા એક બની બેઠેલા બોગસ ડોક્ટર મોરવા(હડફ)ના કુવાઝર ગામેથી ડોક્ટરની ડિગ્રી વગર દવાખાનુ ચલાવી પ્રેકટીસ કરતા ઇસમને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી.
પંચમહાલ જીલ્લા મોરવા હડફ પોલીસ અને મોરવા હડફ તાલુકાના આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફીસર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મોરવા હડફ તાલુકાના કુવાઝર ગામમાં એક યુવક ભાડાના મકાનમાં એલોપથી દવાઓની હાટડીઓ ખોલીને બોગસ ડોક્ટરો બની બેઠા હોવાની બાતમી મળતા બાતમીના આધારે મોરવા હડફ પોલીસ ના પીએસઆઇ સહિત આરોગ્ય વિભાગના બ્લોક હેલ્થ ઓફીસરને સાથે રાખીને બાતમી ધરાવતા તબીબી દવાખાનામાં દરોડા પાડતા મોરવા હડફ ખાતે આવેલ કુવાઝર ગામના બજારમાં ભાડાના મકાનમાં કલીનિક ખોલીને તબીબ બની બેઠો હતો..
પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષક હીમાંશુ સોલંકીએ માન્યતા પ્રાપ્ત ડોકટરની ડિગ્રી વગર ક્લિનીક ચલાવી તબીબી પ્રેકટીસ કરી એલોપેથીક દવાઓ આપી જનતાના સ્વાસ્થ્ય સાથે ચેઢા કરતા હોય તેવા ઇસમોને ઝડપી કાયદેસર કરવા સુચના નાયબ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ આપી હતી જે સૂચનાના આધારે મોરવા(હ) પો.સ્ટે. પોલીસ સબ ઇન્સપેકટર આર.એસ.દેવરેને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળી હતી કે કુવાઝર ગામે બજારમાં ભબ્લોસભાઈ ઉપેન્દ્રોનાથ બિસ્વાસ હાલ રહેવાસી રાધાક્રિષ્ણા પાર્ક સોસાયટી પીપલોદ તા.દેવગઢ બારીઆ જી.દાહોદ મુળ રહે.વડોદરા નાનો કોઈપણ જાતની ડોક્ટરની સમક્ષ ડિગ્રી વગર મેડીકલ દવાખાનુ ચલાવી પ્રેકટીશ કરી લાયસન્સ વગર એલોપેથી દવાનો જથ્થો રાખી બિમાર દર્દીઓને સારવાર આપી ડોકટરની પ્રેકટીસ કરે છે.
જે મળેલ બાતમી આધારે પોલીસ સબ ઇન્સપેકટર આર.એસ.દેવરે તથા સ્ટાફના માણસો તથા હેલ્થ ઓફીસરની ટીમ સાથે કુવાઝર ગામે બજારમાં બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોક્ત ઇસમ હાજર મળી આવતા તેઓની પાસે ડોકટર તરીકે પ્રેકટીસ કરવા ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં કરાવેલ નોધણીપત્ર તથા એલોપેથિક દવાઓ આપવા માટે સમક્ષ ડિગ્રીની માંગણી કરતા પોતાની પાસે કોઈ ડિગ્રી કે નોંઘણીપત્ર નહિ હોવાનું જણાવતા સદર ઇસમના દવાખાનામાંથી એલોપેથીક દવાઓ તથા મેડીકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મળી કુલ કિ.રૂ. 42,060/-નો મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.