મોરવા(હ)ના રસુલપુર ગામે જમીનના અગાઉના ઝગડાની અદાવતે મારમારતાં ફરિયાદ

મોરવા(હ), મોરવા(હ) તાલુકાના રસુલપુર ગામે રહેતા ફરિયાદી ખેતર માંંથી ધરે આવી રહ્યા હતા. ત્યારે આરોપી ઈસમોએ અગાઉ જમીન માટે થયેલ ઝગડાની અદાવતે ફરિયાદીને ગાળો આપી મારમારતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરવા(હ) તાલુકાના રસુલપુરા ગામે રહેતા પૂનાભાઇ લીમ્બાભાઇ બારીયા પોતાના ખેતર માંથી ધરે જઈ રહયા હતા. ત્યારે આરોપી દિનેશભાઇ દલપતભાઈ બારીયાએ જમીન સંબંધે અગાઉ થયેલ ઝગડાની અદાવત રાખી પૂનાભાઇને પાડી દઈ ગડદાપાટુનો મારમારી ગાળો આપી હતી. જ્યારે અન્ય આરોપીઓ યોગેશ દલપતભાઇ, છત્રસિંહ દલપતભાઇ, શાંતાબેન એ ગાળો આપી મારામારી કરી ગુનો કરતાં આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.