બર્લિન,
યુરોપમાં આ વખતે શિયાળો વધુ ખર્ચાળ સાબિત થઇ રહ્યો છે. સરકારથી લઇને સામાન્ય લોકો પરેશાન છે. ગેસની અછત અને વીજળીના વધતા બિલને ઘટાડવા માટે અનેક પ્રયાસો કરાઇ રહ્યાં છે. લોકોની લાઇફસ્ટાઇલ પણ બદલી રહી છે. મોડી રાત સુધી જાગતા લોકો હવે વહેલા ઊંઘવાનું પસંદ કરી રહ્યાં છે. જેથી વીજ બચત કરી શકાય.
જર્મનીમાં લોકોએ નોનવેજનું સેવન ઘટાડ્યું છે. નોન-વેજ બનાવવામાં વધુ ગેસ-વીજળી ખર્ચ થતા હોવાથી તેઓ શાકાહાર તરફ વળ્યા છે. લોકો હવે જલ્દી તૈયાર થતું ભોજન પસંદ કરે છે. મીટને બદલે લોકો પાસ્તા, દાળ-ભાત અને ટામેટાંની વાનગીઓને પ્રાધાન્ય આપે છે. જર્મનીમાં ટિન વાળા પેક્ડ ફૂડનો વપરાશ વધ્યો છે. લિયો બૉમર જંગલોમાંથી વૃક્ષો કાપીને લાકડાઓ એકત્ર કરે છે.
જર્મનીમાં લાખો લોકોની જેમ ઘરોમાં બંધ પડેલા સ્થાનને ફરીથી ખોલ્યું છે. તેનાથી જ ડાઇનિંગ હોલ અને લિવિંગ રૂમને ગરમ રખાય છે. પાણી ગરમ કરે છે. કોફી બનાવે છે. તેમાં પિઝા પણ બનાવે છે. સમગ્ર ઘરને બદલે માત્ર ૧-૨ રૂમને જ ગરમ રખાય છે. એક જ રૂમમાં પરિવાર સાથે સમય વિતાવે છે.
જર્મનીના લગભગ અડધા ઘર રશિયાથી ગેસલાઇન છતાં આ જ રીતે ગરમ રખાય છે. ઑર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટના રિપોર્ટ અનુસાર, ૬૦% જર્મનોને ભરોસો છે કે તેમની સરકાર સમસ્યાનું નિરાકરણ લાવશે. ૨૦૨૧ના મુકાબલે લાકડા અને લાકડાના ચુલાની કિંમતોમાં ૮૭%નો વધારો થયો છે.
બર્નેડ સેબેસ્ટિયને લાકડાના સ્ટવને પોતાના બૉયલર સાથે જોડ્યો છે. ૨૫ વર્ષ જૂની સિસ્ટમથી હવે ઘર અને પાણી બંને ગરમ રહે છે. બર્નાર્ડ સેફર્સ સોલર પેનલ મારફતે વીજ ઉત્પાદન કરે છે. જર્મનીમાં લોકો મોટા પાયે સોલર પેનલ ઇન્સ્ટોલ કરાવી રહ્યાં છે. અહીં સૌર ઉર્જાનું ઉત્પાદન એક વર્ષમાં એક તૃતીયાંશ વધી ગયું છે. ગ્રોગર રેન્જ ઘરને બદલે તળાવમાં સ્નાન કરવાની આદત અપનાવી છે.
જર્મનીમાં ‘આઇસ બાથ’નો ટ્રેન્ડ છે. લોકો હવે જૂથમાં આસપાસના તળાવોમાં સ્નાન કરવા જાય છે. જર્મનીના નાણા મંત્રી રોબર્ટ હેબેક લોકોને તે માટે પ્રેરિત કરે છે. જર્મનીમાં ગ્રોગરની માફક હજારો લોકો પોતાના પાડોશીઓ તેમજ મિત્રોની સાથે ‘આઇસ બાથ’ લે છે.ક્લોડિયા ખાદ્યપદાર્થો ઉપરાંત ચાદર, ટુવાલ ખરીદીને સ્ટોર કરી રહી છે. તેમના અનુસાર વસ્તુઓની કિંમત ખૂબ જ વધી ચૂકી છે. તે વધુ ખર્ચાળ થશે. કોવિડ દરમિયાન ડરમાં લોકોએ જરૂરથી વધુ વસ્તુઓ ખરીદી હતી એવી સ્થિતિ છે. વસ્તુઓ સ્ટોર કરવાનો ટ્રેન્ડ વધ્યો છે.