- માર્ચમાં મોંઘવારી દર ઘટીને ૧.૩૪% પર આવી ગયો.
નવીદિલ્હી,માર્ચમાં મોંઘવારી દર (ડબ્લ્યુપીઆઇ) ઘટીને ૧.૩૪% પર આવી ગયો છે. આ ૨૯ મહિનામાં સૌથી નીચો સ્તર છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં જથ્થાબંધ ફુગાવાનો દર ૩.૮૫% હતો, જ્યારે જાન્યુઆરી ૨૦૨૩માં મોંઘવારી દર ૪.૭૩% હતો. મોંઘવારીમાં આ ઘટાડો ઘઉં, દાળ અને ઈંધણ જેવી વસ્તુઓ સસ્તી થવાને કારણે થયો છે. જ્યારે ઓક્ટોબર ૨૦૨૦માં એ ૧.૩૧% હતો. અગાઉ ગયા સોમવારે છૂટક મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા, જે મુજબ માર્ચ ૨૦૨૩માં છૂટક મોંઘવારીનો દર ઘટીને ૫.૬૬% પર આવી ગયો છે.
માર્ચમાં ડબ્લ્યુપીઆઇ મોંઘવારીમાં ઘટાડો ખાદ્ય ચીજવસ્તુઓ, કાપડ, બિનખાદ્ય ચીજવસ્તુઓ, ખનીજ, રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનોના ભાવમાં ઘટાડાને કારણે થયો હતો. એ જ સમયે, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, કાગળ અને પેપર ઉત્પાદનોની કિંમતો ઓછી થવાને કારણે મોંઘવારી ઘટી છે.
જયારે પ્રાથમિક વસ્તુઓમાં મોંઘવારી ફેબ્રુઆરીમાં ૩.૨૮% હતી, જે માર્ચમાં ઘટીને ૨.૪૦% થઇ હતી, ઈંધણ અને પાવર મોંઘવારી ફેબ્રુઆરીમાં ૧૪.૮૨%થી ઘટીને ૮.૯૬% પર આવી ગઇ છે., ઉત્પાદિત ઉત્પાદનોનો મોંઘવારી ૧.૯૪%થી ઘટીને નેગેટિવ ઝોનમાં પણ આવી ગઇ છે., ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર ફેબ્રુઆરીમાં ૨.૭૬% હતો, એ માર્ચમાં ઘટીને ૨.૩૨% થયો છે.
માર્ચમાં ઘઉંની મોંઘવારીનો દર ૯.૧૬% રહ્યો છે, જ્યારે એક વર્ષ અગાઉ માર્ચ ૨૦૨૨માં એ ૧૪.૦૪% હતો. કઠોળની મોંઘવારી ૩.૦૩% છે. જોકે દૂધમાં મોંઘવારી ગયા વર્ષના ૪.૧૨%થી વધીને આ વર્ષે માર્ચ ૨૦૨૩માં ૮.૪૮% થઇ છે.
ડબ્લ્યુપીઆઇમાં લાંબા સમય સુધી વધારો ચિંતાનો વિષય છે. એ મોટે ભાગે ઉત્પાદક ક્ષેત્રને અસર કરે છે. જો મોંઘવારી લાંબા સમય સુધી ઊંચી રહે છે, તો ઉત્પાદકો એને ઉપભોક્તાઓ સુધી પહોંચાડે છે. સરકાર માત્ર કર દ્વારા જ ડબ્લ્યુપીઆઇને નિયંત્રિત કરી શકે છે. ઉદાહરણ તરીકે, ક્રૂડ ઓઇલમાં તીવ્ર વધારો થવાની સ્થિતિમાં સરકારે ઇંધણ પરની એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો, જોકે સરકાર માત્ર એક મર્યાદામાં જ ટેક્સ કાપી શકે છે, કારણ કે તેણે પગાર પણ ચૂકવવો પડે છે. ઉઁૈંમાં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી માલને વધુ વેઇટેજ આપવામાં આવે છે.
માર્ચમાં રિટેઇલ મોંઘવારી દર ૧૫ મહિનાની નીચી સપાટીએ આવી ગઇ છે. માર્ચમાં છૂટક મોંઘવારી ૫.૬૬% હતી, જે ફેબ્રુઆરીમાં ૬.૪૪% હતી. ૧૨ એપ્રિલના રોજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, માર્ચમાં છૂટક મોંઘવારી આરબીઆઈની ૬%ની ઉપલી મર્યાદાથી નીચે ગઇ હતી. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ ઘટવાને કારણે મોંઘવારી ઘટી છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની બાસ્કેટમાં ખાદ્યચીજોનો હિસ્સો લગભગ અડધો છે.