
- ભારતીય શેરબજારનુ વેલ્યુએશન ૩.૩૧ ટ્રીલીયન ડોલર: વિશ્ર્વસ્તરે ફરી ૫મું સ્થાન હાંસલ કર્યું.
મુંબઇ, ભારતીય શેરબજાર તેજીની હરણફાળ ભરતુ રહ્યું હોય તેમ આજે ઓલરાઉન્ડ લેવાલીથી જોરદાર તેજી થઈ હતી.હેવીવેઈટ રોકડા સહીત મોટાભાગનાં શેરોમાં ઉછાળાથી સેન્સેક્સ ૫૦૦ પોઈન્ટના ઉછાળાથી ૬૩૦૦૦ ના લેવલને કુદાવી ગયો હતો.આ ઉપરાંત બેન્ક શેરો આધારીત બેન્ક -નિફ્ટી રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો.છેલ્લા બે મહિનામાં બેન્ક નિફ્ટી માં ૧૨ ટકાનો ઉછાળો નોંધાયો છે જયારે સેન્સેક્સ તથા નિફ્ટી માં ૧૦-૧૦ ટકાનો વધારો થયો છે.
શેરબજારમાં આજે નવા સપ્તાહનો પ્રારંભ જ તેજીનાં ટોને થયો હતો.અમેરીકાનું દેવા સંકટ ડીફોલ્ટનો ખતરો ટળી જવાને પગલે સારી અસર થઈ હતી. ૧લી જુનની ડેડલાઈન પૂર્વે જ સહમતી થઈ જતા માત્ર ભારત જ નહિં સમગ્ર વિશ્ર્વને હાશકારો અનુભવાયો હતો. અમેરીકા ડીફોલ્ટ થવાના સંજોગોમાં વિશ્ર્વસ્તરે ગંભીર આર્થિક અસર થવાનું સ્વાભાવીક હતું. જર્મની પછી સિંગાપોર પણ આર્થિક મંદિમાં સપડાયાના નેગેટીવ કારણને ડીસ્કાઉન્ટ કરી દેવાયું હતું.
અમેરીકી સંકટ ટળવાથી વિદેશી તેજી માટે ટેકારૂપ બની હતી કોર્પોરેટ પરીણામો સારા આવી રહ્યા હોવાથી તથા અલનીનોનાં જોખમ વચ્ચે પણ ચોમાસુ સામાન્ય બની રહેવાની હવામાન ખાતાની આગાહી જેવા પરીબળો પણ તેજી માટે ટેકારૂપ બન્યા હતા. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વિદેશી નાણાં સંસ્થાઓએ મે મહિનામાં અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી કરી છે. આ આંકડાકીય રીપોર્ટ તેજીને ટેકાહે આપનાર બની રહ્યો છે. મંદીના કે ચિંતાજનક કોઈ કારણો નથી ત્યારે માર્કેટ તેજીનાં ઝોનમાં છે અને તેજીના માર્ગે વધુ આગળ વધી શકે છે.
શેરબજારમાં આજે મોટાભાગનાં શેરોમાં સુધારો હતો. ઈન્ફોસીસ , કોટક બેંક, મહિન્દ્ર, નેસલે, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટીસીએસ ટાઈટન લ્ટ્રાટેક સીમેન્ટ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, આઈટી મેટલ, ઓટોમોબાઈલ, એફએમસીજી સહીતનાં ક્ષેત્રોનાં શેરોમાં ઉછાળો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ લાંબાગાળા બાદ ૬૩૦૦૦ ની સપાટી ક્રોસ કરી ગયો હતો. ૪૩૭ પોઈન્ટના ઉછાળાથી ૬૨૯૩૯ સાંપડયો હતો જે ઈન્ટ્રા-ડે ઉંચામાં ૬૩૦૨૬ તથા નીચામાં ૬૨૮૦૧ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૧૧૭ પોઈન્ટના ઉછાળાથી ૧૮૬૧૭ હતો તે ઉંચામાં ૧૮૬૪૧ તથા નીચામાં ૧૮૫૯૨ હતો.
ભારતીય શેરબજારમાં તેજી વચ્ચે વેલ્યુએશન ૩.૩૧ ટ્રીલીયન ડોલરનુ થયુ છે અને વેલ્યુની દ્રષ્ટિએ વિશ્ર્વનાં ટોપ-૧૦ શેરબજારમાં ફરી પાંચમું સ્થાન હાંસલ કરી લીધુ છે ચાલુ વર્ષમાં ભારતીય શેરબજારમાં માર્કેટ કેપમાં ૩૩૦ અબજ ડોલરનો વધારો થયો છે. આ પુર્વે ગત જાન્યુઆરીમાં ભાર પાછળ ધકેલાયું હતું. અને ફ્રાંસથી પાછળ થઈ ગયુ હતું.
હવે છેલ્લા બે મહિનાની તેજીથી ફરી પાંચમુ સ્થાન મેળવી લીધુ છે. ૨૯ માર્ચથી સેન્સેક્સ ૧૦ ટકા તથા મીડકેપ-સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૫ ટકા તથા બેંક ઈન્ડેક્સ ૧૩ ટકા ઉંચકાયા છે. આ સાથે ફુલ માર્કેટીંગ ૩.૩૧ ટ્રીલીયન ડોલર થયુ છે.સૌથી વધુ ૪૪.૫૪ ટ્રીલીયન ડોલર સાથે અમેરીકી શેરબજાર નંબર વન પર છે.બીજા ક્રમે ચીનનું ૧૦.૨૬ ટ્રીલીયન ડોલર, જાપાનનુ ૫.૬૮ ટ્રીલીયન ડોલર તથા હોંગકોંગનું ૫.૧૪ ટ્રીલીયન ડોલર છે.પાંચમાં ક્રમે ભારત છે.ફ્રાંસ ૩.૨૪ ટ્રીલીયન ડોલરનાં માર્કેટ કેપ સાથે ૬ઠ્ઠા ક્રમે છે. બજારના નિષ્ણાતો કહે છે કે જો તમે શેરબજારમાં નફો મેળવવા માંગતા હોવ તો લાંબા ગાળા માટે શેર પર હોલ્ડિંગ રાખો. આ એક એવો સ્ટોક છે, જેણે લાંબા ગાળામાં તેના રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. આ સ્ટોકનું નામ ય્ઇસ્ ઓવરસીઝ સ્ટોક છે. આ શેરે તેના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.છેલ્લા બે દાયકામાં જીઆરએમ ઓવરસીઝના શેરમાં ૧,૭૧,૦૦૦ ટકાનો વધારો થયો છે. આ શેરે તેના રોકાણકારોની રકમનો ગુણાકાર કર્યો છે. શુક્રવારે બીએસઇ પર જીઆરએમ ઓવરસીઝનો શેર રૂ. ૧૭૨ પર બંધ થયો હતો. પરંતુ લગભગ ૨૦ વર્ષ પહેલા, ૧ ઓક્ટોબર, ૨૦૦૪ ના રોજ, જ્યારે આ શેરે બીએસઇ પર તેનું ટ્રેડિંગ શરૂ કર્યું, ત્યારે તેના એક શેરની કિંમત રૂ.૦.૧૦ હતી. આ રીતે છેલ્લા ૨૦ વર્ષમાં આ સ્ટોકની કિંમતમાં ૧,૭૧,૯૦૦ ટકાનો વધારો થયો છે.જો કોઈએ ૨૦ વર્ષ પહેલાં આ સ્ટોકમાં રૂ. ૧ લાખનું રોકાણ કર્યું હોત અને તેના પર હોલ્ડ જાળવી રાખ્યું હોત, તો આજે રૂ. ૧ લાખ ૧,૭૧,૯૦૦ ટકા વધીને રૂ. ૧૭.૧૯ કરોડ થયા હોત. જો તે સમયે કોઈ રોકાણકારે માત્ર રૂ. ૬,૦૦૦નું રોકાણ કર્યું હોત અને સ્ટોક જાળવી રાખ્યો હોત, તો રોકાણની રકમ વધીને રૂ. એક કરોડ થઈ ગઈ હોત.