
ચેન્નાઇ,મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે આઇપીએલ ૨૦૨૩ ની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને ૧૨ રને હરાવ્યું. ગુજરાત ટાઇટન્સ સામે તેમની પ્રથમ મેચ ૫ વિકેટે હાર્યા બાદ, ચેન્નાઈ સુપર કિંગ્સે જબરદસ્ત વાપસી કરી અને આઇપીએલ ૨૦૨૩માં તેમની પ્રથમ જીત નોંધાવી. CSKના ઓફ-સ્પિન ઓલરાઉન્ડર મોઈન અલીને લખનઉ સુપર જાયન્ટ્સ સામે ૧૨ રને જીત અપાવવા બદલ ’મેન ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની આઈપીએલ મેચમાં મોઈન અલીએ ઘાતક બોલિંગ કરતા ૪ ઓવરમાં ૨૬ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. આ માટે મોઈન અલીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લખનઉ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈમાં રમાયેલી આઈપીએલ મેચમાં મોઈન અલી નહીં પણ ચેન્નાઈ સુપર કિંગ્સનો અન્ય એક ખેલાડી ’મેન ઓફ ધ મેચ’નો હકદાર હત. પરંતુ મોઈન અલીની સામે તે ખેલાડીની કામગીરી પર કોઈએ યાન આપ્યું નહી જો તે ખેલાડી ન હોત તો લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો પરાજય લગભગ નિશ્ર્ચિત હતો.
ચેન્નાઈ સુપર કિંગ્સના આ ખેલાડી સાથે ખુલ્લેઆમ અન્યાય થયો. ચેન્નાઈ સુપર કિંગ્સને પોતાના દમ પર જીતાડનાર આ સ્ટાર ખેલાડીને ’મેન ઓફ ધ મેચ’ તરીકે પસંદ કરવામાં આવ્યો ન હતો. ચેન્નાઈ સુપર કિંગ્સનો આ ડેશિંગ ખેલાડી બીજું કોઈ નહીં પણ ખુદ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે તોફાની બેટિંગ કરતા ૩ બોલમાં ૧૨ મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીની આ ઇનિંગમાં બે આસમાની છગ્ગાનો સમાવેશ થાય છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે સોમવારે આઇપીએલ ૨૦૨૩ ની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને ૧૨ રનના માર્જીનથી હરાવ્યું. છેલ્લી ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોની દ્વારા ૧૨ રનની અમૂલ્ય ઈનિંગ ચેન્નાઈ સુપર કિંગ્સની જીતનું સાચું કારણ સાબિત થઈ. જો મહેન્દ્ર સિંહ ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે છેલ્લી ઓવરમાં ૩ બોલમાં ૧૨ મહત્વપૂર્ણ રન ન બનાવ્યા હોત તો ચેન્નાઈ સુપર કિંગ્સ આ મેચ પણ હારી ગયું હોત. મહેન્દ્ર સિંહ ધોનીના અમૂલ્ય ૧૨ રન ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની જીત અને હાર વચ્ચેનો તફાવત સાબિત થયા. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ સાત વિકેટે ૨૧૭ રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૨૦૫ રન જ બનાવી શકી હતી.