શ્રીલંકાની સામે થયેલ એશિયા કપનાં ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજે ધમાકેદાર બોલિંગ કરી હતી. તેમણે 21 રન આપીને 6 વિકેટ લઈ લીધી હતી. તેમને મેચ ઓફ ધ મેન બનાવવામાં આવ્યાં. જો કે તેમની 4 લાખની પ્રાઈઝ મની તેમણે ક્રિકેટ સ્ટેડિયમનાં ગ્રાઉન્ડ સ્ટાફને ગિફ્ટ કરી દીધી. તેમના આ કાર્ય બાદ ન માત્ર તેમના પ્રદર્શન માટે પરંતુ ઈનામી રાશિ ગિફ્ટ કરી દેવા માટે પણ તેમની વાહવાહી થઈ રહી છે. જે બાદ હવે મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેન આનંદ મહિન્દ્રા પણ મોહમ્મદ સિરાજને કંઈક ભેટ આપી શકે છે.
આનંદ મહિન્દ્રાએ એક્સ પર લખ્યું કે મને નથી લાગતું કે મેં પહેલા ક્યારેય પણ પોતાના વિરોધીઓ માટે પોતાના દિલને રડતું અનુભવ્યું હોય… એવું લાગે છે કે જાણે આપણે કોઈ ચમત્કારી શક્તિ તેમના પર વરસાવી દીધી છે. મોહમ્મદ સિરાજ તમે માર્વલ એવેન્જર છો.
આનંદ મહિન્દ્રાની આ પોસ્ટને જોઈને યૂઝર્સ આનંદ મહિન્દ્રાને કહેવા લાગ્યાં કે સિરાજને નવી SUV ગિફ્ટ કરવી જોઈએ. એક યૂઝરે લખ્યું કે સર પ્લીઝ સિરાજને એક SUV આપી દ્યો. આ પોસ્ટ પર રિએક્ટ કરતાં મહિન્દ્રા ગ્રુપનાં ચેરમેને લખ્યું કે વ્યવસ્થા થઈ ગઈ છે.
આ પહેલા પણ આનંદ મહિન્દ્રાએ સિરાજને એક SUV ગિફ્ટ આપી હતી. 2021માં ઑસ્ટ્રેલિયાની યાત્રા પર ગયેલ ટીમ ઈન્ડિયાનાં સિરાજ સહિત 6 ખેલાડીઓને થાર SUV ગિફ્ટ કરી હતી.
આ પહેલા પણ મહિન્દ્રા ગ્રુપ ઈન્ટરનેશનલ લેવલ પર સારું પર્ફોમન્સ આપતાં ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરતું આવ્યું છે. આનંદ મહિન્દ્રાએ ચેસ પ્લેયર આર. પ્રગનંદાને ઈલેક્ટ્રિક XUV400 ગિફ્ટ કરવાનું એલાન કર્યું છે. આ સિવાય ઓલંપિક ચેમ્પિયન નીરજ ચોપડાને કસ્ટમાઈઝ્ડ XUV700 અને બોક્સર નિખત જરીનને Thar SUV ગિફ્ટ કરવામાં આવી હતી.