મોહમ્મદ રિઝવાન બાદ વધુ ૪ પાકિસ્તાની ક્રિકેટરો પેલેસ્ટાઇનના સમર્થનમાં!

મોહમ્મદ રિઝવાન બાદ શાદાબ ખાનની આગેવાનીમાં પાકિસ્તાની ક્રિકેટરોએ સોશિયલ મીડિયા પર ઈશારો ઈશારોમાં પેલેસ્ટાઇનના પ્રતિ એકતા બતાવી છે. શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ અને ઉસામા મીર સહિત પાકિસ્તાની ક્રિકેટરોએ વનડે વર્લ્ડ કપ 2023ની વચ્ચે પેલેસ્ટાઇનના પ્રતિ સમર્થન આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. 

સૌથી પહેલા પાકિસ્તાની વાઈસ કેપ્ટન શાદાબ ખાને ટ્વીટર પર પેલેસ્ટાઇનના સમર્થમાં ઝંડો શેર કર્યો. તેના બાદ મોહમ્મદ નવાઝ અને ઉસામા મીરે પણ આમ કર્યું. ત્યાર બાદ પાકિસ્તાની બોલર હારિસ રઉફે પણ પેલેસ્ટાઇનનો ઝંડો શેર કર્યો. તેના પર ઘણા લોકોએ ક્રિકેટર્સના વર્તનનું સમર્થન કર્યું. ત્યાં જ ઘણા લોકો ટ્રોલ કરતા પણ જોવા મળ્યા. 

આ પહેલા શ્રીલંકાના સામે જીત બાદ વિકેટકીપર મોહમ્મદ રિઝવાને પોતાની સેન્ચુરીને ‘ગાઝાના ભાઈઓ અને બહેનો’ને સમર્પિત કરી હતી. ત્યાર બાદ તે તમામ ક્રિકેટ ફેન્સના નિશાના પર આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર તમામ લોકોએ તેના બાદ રિઝવાન પર ICC દ્વારા એક્શન લેવાની વાત કહી હતી. 

ICCએ મામલાની તપાસ કરી પરંતુ પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટ પાસે વાતચીત બાદ રિઝવાનને છોડવામાં આવ્યો. તેમાં તપાસ બાદ એવું કહેવામાં આવ્યું કે રિઝવાનનું નિવેદન રાજનૈતિક પ્રકૃતિનું ન હતું. આઈસીસીએ આપેલા સ્પષ્ટીકરણને સ્વીકાર કરી લીધુ અને રિઝવાનને પોતાનું ટ્વીટ હટાવવાની જરૂર ન પડી.