
અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અમેરીકામાં કોવિડ-૧૯ની ટેસ્ટીંગ બાબતે તેમની (ટ્રમ્પ)ની તારીફ કરી હતી. ટ્રમ્પે કહ્યું કે ‘અત્યાર સુધીમાં અમે ભારતથી પણ વધુ.. અનેક મોટા દેશોને ભેગા કરીને કરો તેથી પણ વધુ કોરોના ટેસ્ટ કર્યા છે. ભારત બીજા નંબરે છે. વડાપ્રધાન મોદી મને ફોન કરતા રહે છે અને કહે છે કે ”તમે ટેસ્ટીંગમાં શું શું કામ કર્યું છે ?”