મોદી શાસનમાં ભારત પાકિસ્તાની ઉશ્કેરણીનો જવાબ સૈન્ય બળથી આપી શકે છે

વોશિગ્ટન,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાની ઉશ્કેરણીનો જવાબ સૈન્ય બળથી આપી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે પહેલા કરતા વધુ સંભાવના છે કે ભારત પાકિસ્તાનને પૂરી તાકાતથી જવાબ આપે. ૨૦૨૩નો વાર્ષિક  ખતરો મૂલ્યાંકન રિપોર્ટ જણાવે છે કે પાકિસ્તાનનો ભારત વિરોધી આતંકવાદી જૂથોને સમર્થન કરવાનો લાંબો ઇતિહાસ છે. આ સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત પહેલા કરતા વધુ સૈન્ય બળ સાથે જવાબ આપે તેવી શક્યતા છે.

પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરમાં નાપાક યોજનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરે છે અને તાજેતરમાં ભારત પર થયેલા આતંકવાદી હુમલાથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકન રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરની ઘટનાઓ વિવાદોનું મુખ્ય કારણ છે. કાશ્મીર મુદ્દા સહિત સરહદપારથી આતંકવાદી હુમલાઓને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસેલા છે.

યુએસ ઇન્ટેલિજન્સ રિપોર્ટ જણાવે છે કે “બે પરમાણુ સશ દેશ વચ્ચે વધતા જોખમને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કટોકટી ખાસ ચિંતાનો વિષય છે, કારણ કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી અને ઈસ્લામાબાદ નિયંત્રણ રેખા પર સંભવત ૨૦૨૧ની શરૂઆતમાં યુદ્ધવિરામ પછી શાંતિ સ્થાપવા ઈચ્છુક છે.