મોદી સાથે જોવા મળ્યા મુખ્યમંત્રી નીતીશ, પ્રશાંત કિશોરે કહ્યું- લખીને રાખો, ફરી વળશે

પટણા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારમાં ૨૧ હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા ઔરંગાબાદ પહોંચ્યા હતા. આ દરમિયાન સભાને સંબોધતા નીતીશ કુમારે મોદીજીને કહ્યું કે હું વચ્ચે ગાયબ થઈ ગયો હતો, હવે હું આવી ગયો છું, હું તમારી સાથે જ રહીશ. ઔરંગાબાદના મંચ પરથી નીતિશે કંઈક એવું કહ્યું કે પીએમ મોદી સહિત મંચ પર હાજર બધા જોર જોરથી હસવા લાગ્યા. આ પહેલા પણ પીએમ મોદી નીતિશ કુમારને પોતાની તરફ ખેંચતા જોવા મળ્યા હતા અને નીતિશ કુમાર પણ થોડા અસહજ દેખાતા હતા.

આ દરમિયાન બિહારના લોકોને તેમના મતદાનના અધિકાર વિશે સતત જાગૃત કરી રહેલા જન સૂરજના સંસ્થાપક પ્રશાંત કિશોરે નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જો લોકોને રાજનીતિની થોડી સમજ હોય તો હું એક વાત સ્પષ્ટ કરીશ. હું કહેવા માંગુ છું કે તેઓ ફરીથી બિહારમાં ગઠબંધન કરીને જનતાને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બિહારના લોકોએ ૨૦૧૫માં તેમને વોટ આપ્યા હતા. ૨૦૧૭માં આ શખ્સ લોકોને છેતરીને ભાગી ગયો હતો.

પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે તમે બિહારના લોકો ફરી વોટ આપશો, તો આ માણસ તમને છેતરીને ભાગી જશે, લખીને રાખો. હું તેની સાથે રહ્યો છું અને મને તેના કરતાં વધુ સારી રીતે કોઈ ઓળખતું નથી. જ્યારે સીએએ અને એનઆરસી આવ્યા અને લોકો પર તલવાર લટક્તી હતી, તો બંગાળમાં કોણે ગરદન લટકાવી? બિહારનો કયો બહાદુર માણસ બંગાળમાં લડવા ગયો હતો? લાલુ યાદવ ગયા કે તેજસ્વી યાદવ ગયા કે નીતિશ કુમાર ગયા? કોઈ ગયું ન હતું. અમે અમારા ખભા મુકવા અને ગરદનને મુશ્કેલીમાં મુકવા ગયા હતા.

તેમણે કહ્યું કે જો આજે બંગાળમાં ભાજપની જીત થઈ હોત તો તમે લોકો અત્યારે ફોર્મ ભરવાની લાઈનમાં ઉભા હોત. અમે ભાજપને હરાવ્યું છે. અમે ફુગ્ગામાં હવા ભરી દીધી છે તો તેને પણ બહાર કાઢીશું, તમે તેને લખીને રાખો. ભાજપે બંગાળમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી પરંતુ તેમ છતાં તેમને જીતવા દીધા નહીં. તમે ૩૦ વર્ષથી મારી સાથે છો, ત્રણ વર્ષ મારા પર વિશ્ર્વાસ રાખો અને હું પરિસ્થિતિ બદલીશ.