મોદી સરકારે ખાદી ઉદ્યોગમાં રચી દીધો ઈતિહાસ, ૯ વર્ષમાં ખાદીનું વેચાણ ૩૩૨ ટકા વધ્યું

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ એ આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. ખાદી અને ગ્રામઉદ્યોગ આયોગ દ્વારા વિશ્ર્વ સમક્ષ ભારતની એક બુલંદ તસ્વીર રજૂ કરવામાં આવી છે અને સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત ખાદી પ્રોડક્ટસનું ટર્નઓવર ૧.૩૪ લાખ કરોડને પર કરાવી દીધું છે.

લોકોમાં જાગૃતિને પગલે છેલ્લા ૯ વર્ષમાં ગ્રામીણ વિસ્તારોમાં કારીગરો દ્વારા બનાવવામાં આવેલ સ્વદેશી ખાદી ઉત્પાદનના વેચાણમાં ૩૩૨ ટકાનો અદભુત વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૧૩,૧૪ની વાત કરવામાં આવે તો જ્યાં ખાદી અને ગ્રામ ઉદ્યોગનું ટર્નઓવર માત્ર ૩૧૧૫૪ કરોડ હતું. તે નાણાકીય વર્ષ ૨૦૨૨, ૨૩ માં વધીને ૧,૩૪,૬,૩૦ના અત્યાર સુધીના સૌથી સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચી ગયું છે. ખાસ વાત એ છે કે ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ૯,૫૪,૮૯૯ નવી નોકરીઓનું સર્જન કરી અને રેકોર્ડ સર્જી દીધો છે. આ મામલે આયોગના અધ્યક્ષ મનોજ કુમારે સિદ્ધિનો શ્રેય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રેરણા,પીએમ મોદીની બ્રાન્ડ પાવર અને દેશના ગામડાઓમાં કામ કરતા કારીગરોની મહેનતને આપ્યો હતો.

૨૦૧૩, ૧૪માં ખાદીનું ઉત્પાદન ૨૬,૧૦૯ હતું તે ૨૦૨૨,૨૩માં ૨૬૮ ટકાના હનુમાન કુદકા સાથે ૯૫૯૫૭ કરોડ સુધી પહોંચી ગયું છે. બીજી બાજુ વેચાણ ૨૦૧૩, ૧૪માં ૩૧૧૫૩ હતું જે ૨૦૨૨, ૨૩માં૧, ૩૪,૬૩૦ કરોડ સુધી પહોંચી ગયું છે. કપડા ઉત્પાદનમાં પણ વધારો થયો છે. ૨૦૧૩, ૧૪માં જે ઉત્પાદન ૮૧૧ કરોડનું હતું તે હવે ૨૯૧૬ કરોડને પર કરી ગયું છે. બીજી બાજુ આ કપડાની માંગ પણ વધી છે. ખાસ વાત અગાઉ જે રોજગારી ૧૩,૦૩૮,૪૪૪ હતી તે હાલ ૧૭,૭૧૬,૨૮૮ પર પહોંચી છે. નવી નોકરીમાં ૯, ૫૪, ૮૯૯નું સર્જન થયું છે. સામે પક્ષે કારોગરોના મહેતાણાં પણ અગાઉ કરતા ૩૩ ટકાનો વધરો કરાયો છે. એક દિવસમાં ખાદીની પણ ૧.૩૪ કરોડની ખરીદીનો રેકોર્ટ હજરાહજુર છે.