
- કાશ્મીરના ૧૦ જીલ્લામાં પ્રારંભિક સ્તર ઉપર ૧૬૦૦થી વધુ ઘર તૈયાર કરવામાં આવશે.
- ૧૯૮૯માં કાશ્મીરમાં આતંકવાદ શરૂ થવાની સાથે જ લાખો કાશ્મીરી પંડિત પોતાના ઘર બાર અને જમીન જાયદાદ છોડી અહીંથી પલાયન થઇ ગયા હતાં.
નવીદિલ્હી,
જે આતંકના ભયથી કાશ્મીરી પંડિતોના ધર ઉજડી ગયા અને ભયના કારણે કાશ્મીરી પંડિતોને પલાયન કરવું પડયું અને જે આતંકની ખરાબ યાદો આજે પણ કાશ્મીરી પંડિતોને સતાવી રહી છે.હવે દાયકાથી કાશ્મીરમાં ચાલી રહેલ તે આતંક અને આતંકીઓનો અંત પણ એજ કાશ્મીરી પંડિતોના હાથોથી જવા થઇ રહ્યો છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં પંડિતોની વાપસીની એવી યોજના તૈયાર કરી છે જે બાદ કાશ્મીરમાં આતંક પુરી રીતે અંતિમ સંસ્કાર થઇ જશે હવે કાશ્મીરી પંડિત ભય વિના પોતાની જન્મભૂમિમાં જીંદગી પસાર કરી શકશે

કાશ્મીરી પંડિતોની ધર વાપસીના પ્રયાસો મોદી સરકારે તેજ કરી દીધુ છે.તેના માટે કાશ્મીરના ૧૦ જીલ્લામાં પ્રારંભિક સ્તર ઉપર ૧૬૦૦થી વધુ ધર તૈયાર કરાવવામાં આવી રહ્યાં છે.કાશ્મીરના બાંદીપોર,કુપવાડા શોપિયન શ્રીનગર અને ગાંદેરબલમાં ઝડપથી આવાસોને અંતિમ રૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે.આતંકીઓની ધમકી ઓ અને ટારગેટ કિલિંગ છતાં ગાંદેલરબલમાં નિર્માણનું કામ જારી છે ગાંદેરબલમાં ત્રણ બ્લોક પુરી રીતે તૈયાર થઇ ગયા છે.આગામી ત્રણ મહીનામાં બાકી બ્લોક પણ તૈયાર થઇ જશે
કાશ્મીર પંડિતો માટે બનાવવામાં આવી રહેલ આ કોલોનિઓના અહેવાલથી કાશ્મીરી મુસલમાનોમાં પણ ખુશીની લહેર છે.તેમનું કહેવુ છે કે કાશ્મીરી પંડિત પાછા ફરશે તો દિલથી તેમનું સ્વાહતક કરવામાં આવશે.એ યાદ રહે કે ૧૯૯૦ના દાયકામાં પલાયન કરી ચુકેલ કાશ્મીરી પંડિતોને ફરીથી કાશ્મીરમાં વસાવવા માટે સરકારે ૧૦ જીલ્લામાં ટ્રાંજિટ કેમ્પ બનાવવાનું કામ તેજીથી શરૂ કરવામાં આવ્યું છે.ગાંદેરબલના વન્ધમા વિસ્તારમાં અનેક એકર જમીન પર કાશ્મીરી પંડિતો માટે એક કોલોની બનાવવામાં આવી રહ્યાં છે. આ કોલોનીમાં ૧૨ બ્લોક બની રહ્યાં છે દરેક બ્લોકમાં ૧૬ સેટ બનાવવામાં આવશે
ગાંદેરબલ ઉપરાંત કાશ્મીરના બાંદીપોરા બારામુલા અને પુલવામા અને શોપિયાંમાં પણ કાશ્મીરી પંડિતો માટે આ રીતના ઘર બનાવવામાં આવી રહ્યાં છે.શ્રીનગરના જેવનમાં લગભગ ૧૨.૫ એકર જમીન પર ઘનાવવામાં આવી રહ્યાં છે.શ્રીનગરના નાયબ કમિશ્નર અનુસાર જેવન વિસ્તારમાં માઇગ્રેટેડ કર્મચારીઓ માટે લગભગ ૧૧ જમીન એલોટેડ છે અને ૧૨૪ કરોડના ખર્ચે સરકાર તેમના રહેવા માટે ટ્રાંસિટ કેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે.ધીરે ધીરે એલોટમેંટનું કામ કરવામાં આવી રહ્યું છે.સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
તાજેતરમાં કાશ્મીરી પંડિતો પર થયેલ હુમલા અને આતંકી સંગઠનો તરફથી મળેલી ધમકીઓ છતાં આ કોલોનીઓમાં કામ તેજીથી કામ ચાલી રહ્યું છે.તેેને પુરી કરવાની ડેડલાઇન ૬ મહીના રાખવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હા ખુદ ઘાટીમાં બની રહેલ ૧૬૮૦ આવાસોના નિર્માણની મોનીટરિંગ કરી રહ્યાં છે. જેથી અહીં લોકોને તાકિદે વસાવી શકાય.એ યાદ રહે કે ૧૯૮૯માં કાશ્મીરમાં આતંકવાદ શરૂ થવાની સાથે જ લાખો કાશ્મીરી પંડિત પોતાના ઘર બાર અને જમીન જાયદાદ છોડી અહીંથી પલાયન થઇ ગયા હતાં ત્યારબાદ ધીરે ધીરે સમય પસાર થવાની સાથે સાથે તેમની જમીન અને જાયદાદ ખંડેરમાં ફેરવાઇ ગઇ છે.