- 2 હજારની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત
- RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત
- સર્ક્યુલેશન બંધ થશે પણ 2 હજારની નોટ ચલણમાં માન્ય રહેશે
2 હજારની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત, RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત, સર્ક્યુલેશન બંધ પણ ચલણમાં રહેશે, બજારમાં અસ્તિત્વમાં રહેલી તમામ 2 હજારની નોટ માન્ય રહેશેમોદી સરકારે વધુ એખ મોટો નિર્ણય લીધો છે. રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે.નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે.
RBIએ સૌથી મોટી ચલણી નોટ 2000 રૂપિયાની નોટ અંગે મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેને સર્કુલેશનથી બહાર કરી છે. ભારતીય રિઝર્વ બેંકે દેશોની બેંકને સલાહ આપી છે કે 2000 રૂપિયાના મૂલ્યની નોટને તાત્કાલિક અસરથી બહાર પાડવાનું બંધ કર્યું છે.’ક્લીન નોટ પોલિસી’ અંતર્ગત રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.
30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બેંકમાં બદલાવી શકાશે
8 નવેમ્બર 2016ના રોજ દેશમાં નોટબંધી લાગુ કરાઈ હતી તેમજ સરકારે 500 અને 1 હજારની નોટ બંધ કરીને 500 અને 2 હજારની નોટ જાહેર કરી હતી, કાળા નાણા પર બ્રેક લગાવવા માટે નોટબંધી લાગુ કરાઈ હતી.નોટબંધી બાદ પણ 2 હજારની નોટ છપાતા કાળા નાણાની ફરિયાદો વધી હતી. 2 હજારની નોટ ઓછી જગ્યા રોકતી હોવાથી સંગ્રહખોરી વધી હતી. RBIને પણ સંગ્રહખોરો અંગે અનેક ફરિયાદો મળતી હતી. ફરી એકવાર કાળા નાણા પર બ્રેક લગાવવા 2 હજારની નોટનું સર્કુલેશન બંધ કર્યું છે. જો કે, 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ બેંકમાં બદલાવી શકાશે.