મોદી સરકારના ૭૫ પ્રધાનોએ દેશના અલગ-અલગ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોએ યોગ કરીને ઉજવ્યો

નવીદિલ્હી, દેશ વિદેશમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ વખતે ૧.૨૫ લાખથી વધુ લોકો એક્સાથે યોગ માટે જોડાયા હતાં અને ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવાયું છે.આ ઉજવણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો જોડાયા હતા.

સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષસંઘવીની અધ્યક્ષતા માં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. હર્ષ સંઘવીની સાથે ભૂપેન્દ્ર પટેલ પણ લોકો સાથે યોગ કરવા માટે જોડાયા હતા.

દેશભરમાં યોગ દિવસ લોકો ઉજવી રહ્યા છે, ત્યારે રાજનાથ સિંહે આઇએનએસ વિક્રાંત પર યોગ કરીને આ દિવસ ઉજવ્યો છે.ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે ગુરુગ્રામના તૌ દેવીલાલ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ૯મી આવૃત્તિ ‘માનવતા માટે યોગ’ થીમ પર ઉજવણી કરાઈ હતી તેમજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ લોકો સાથે જોડાયા અને નોઈડામાં યોગ કર્યા. આ યોગ દિવસ નિમિતે હેલ્થ મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાને હિમાચલ પ્રદેશના કાંગડા કિલ્લા પર યોગ કર્યા.

ભારત સહિત સમગ્ર દુનિયામાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રેલવે મિનિસ્ટર અશ્ર્વિની વૈષ્ણવે પણ બાલાસોરમાં ઈન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુર સ્થિત ગોરખનાથ મંદિર પહોંચ્યા હતા. સીએમ યોગીએ અહીં આયોજિત કાર્યક્રમમાં ભાગ લઈને અનેક યોગાસનો કર્યા હતા.