
200 ખેડૂતો સંસદની બહાર ઉભા રહેશેપોલીસે 7 મેટ્રો સ્ટેશન પર એલર્ટ જાહેર કર્યુખેડૂતો મોટી સંખ્યામાં મેટ્રો ટ્રેન દ્વારા દિલ્હી પહોચશે
છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કૃષિ કાયદાનો દિલ્હીની સરહદો પર વીરોધ કરી રહ્યા છે. આ મામલે તેમણે ચોમાસૂ સત્ર વખતે સંસદનો ઘેરાવો કરવાની પણ વાત કરી હતી. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેમની સાથે બેઠક કરી હતી. જે બેઠકમાં પોલીસે ખેડૂતોને મનાવાનો પૂરો પ્રયાસ કર્યો. પોલીસનું કહેવું છે કે તેઓ સંસદ સીવાય અન્ય જગ્યાએ પ્રદર્શન કરે.
200 લોકો 22 જુલાઈએ સંસદમાં
ખેડૂત નેતા દર્શન પાલનું કહેવું છે કે તેમણે પોલીસ જોડે વાત કરી જેમા તેમણે જણાવ્યું કે 22 જુલાઈના રોજ 200 લોકો સંસદ આવશે તેમજ ખેડૂતો સાંસદ ચલાવશે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે સંસદને ઘેરવાની વાત ક્યારેય નથી કરી. તેમને આશા છે કે તેમને પરવાનગી આપવામાં આવશે.
સંસદની બહાર કરશે પ્રદર્શન
બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ કહ્યું છે કે 22 જુલાઈના રોજ 200 લોકો સંસદ આવશે. તેમણે વિપક્ષને પણ તેમની વાત સદનમાં ઉઠાવા માટે વિનંતી કરી છે. જોકે સંસદની બહાર તેમને હજુ સુધી પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં નથી આવી.પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી એનસીઆરના 7 મેટ્રો સ્ટેશનો પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી જરૂર પડતા મેટ્રો રેલ સેવા પણ બંધ કરવામાં આવી શકે છે. દિલ્હી મેટ્રો પોલીસે મેટ્રોને પત્ર લખીને કહ્યું છે કે ચોમાસુ સત્રમાં ખેડૂતો સંસદને ઘેરવાના છે. જેથી જરૂર પડતા મેટ્રો સ્ટેશનોને બંધ કરવામાં આવી શકે છે.
મેટ્રો ટ્રેન દ્વારા પહોચશે સંસદ
જોકે આ મામલે મેટ્રો તરફથી હજુ કોઈ જવાબ આપવામાં નથી આવ્યો. પરંતુ દિલ્હી પોલીસ પાસે એવી માહિતી આવી છે કે ચોમાસુ સત્ર વખતે પ્રદર્શનકારીઓ મેટ્રો ટ્રેન મારફતે મોટી સંખ્યામાં સંસદ પહોચવાના છે.ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ખેડૂત નેતા શિવ કુમાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેમણે દિલ્હી પોલીસને જણાવ્યું છે કે સિંધુ બોર્ડરથી રોજ 200 લોકો સંસદની બહાર ઉભા રહેશે. તે દરેક વ્યક્તિનો પાસ પણ બનાવામાં આવ્યો છે.પોલીસે પ્રદર્શનકારીઓની સંખ્યા ઘટાડવાની વાત કરી હતી. પરંતુ ખેડૂતોએ સંખ્યા ઘટાડવાની ના પાડી દીધી છે. જેના કારણે પોલીસ પણ હવે આ સમગ્ર મામલે એલર્ટ થઈ ગઈ છે.