ભુજ, રાજ્યમાં અનેક વાર ભૂકંપના આંચકા આવતા હોય છે. મોડી રાત્રે કચ્છના ખાવડા નજીક પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લગભગ ૧૨.૧૬ કલાકે ખાવડા નજીક ૩.૦ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ ખાવડાથી લગભગ ૩૫ કિમી દૂર નોર્થ વેસ્ટ બાજુ હોવાનું સામે આવ્યુ છે.
આ અગાઉ ૩ જુલાઈ ૨૦૨૩ના રોજ વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છના રાપર નજીક સવારે ૩ કલાકે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો ભૂકંપના કેન્દ્રબિંદુની વાત કરીએ તો રાપરથી ૨૬ કિમી વેસ્ટ નોર્થ વેસ્ટ પાસે નોધાયુ હતુ. તો કચ્છમાં ૧૭ મે ૨૦૨૩ના રોજ ભૂકંપના આંચકાનો અનુભવાયો હતો. કચ્છમાં મોડી રાત્રે ૪.૨ ની તીવ્રતાનો ઝટકો અનુભવાયો હતો. ત્યારે આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી ૩૯ કિમી નોર્થ ઈસ્ટ પાસે નોધાયુ હતુ. તો બીજી તરફ આ અગાઉ ૧૧ એપ્રિલના રોજ કચ્છ બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જો તીવ્રતાની વાત કરીએ તો આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૬ ની નોંધાઈ હતી. ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી ૪૨ કિલોમીટર દૂર હોવાનુ સામે આવ્યુ હતુ.