મોદીની સભા વચ્ચે ભાજપના આ નેતાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું, જાણો શું છે કારણ

નવીદિલ્હી, લોક્સભા ૨૦૨૪ની ચૂંટણી માટે સોમવારે (૨૦મેએ) પાંચમા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે ઝારખંડમાં બીજા તબક્કા માટે મતદાન થાય તે પહેલા જ આજે ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા કુણાલ શાડાંગીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ કુણાલ શાડાંગીએ નેતાઓ પર તેમની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે ઝારખંડ પહોંચ્યા હતા. પીએમ મોદીએ જમશેદપુર સંસદીય ક્ષેત્રના ઘાટશિલામાં મૌભંદર મેદાનમાં જાહેર સભા કરી હતી.

આ દરમિયાન તેમણે ભાજપના ઉમેદવાર વિદ્યુત વરણ મહતોની જંગી મતોથી જીત સુનિશ્ર્ચિત કરવા અપીલ કરી હતી. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાયું અને તેને ઉદ્યોગ અને રોકાણ વિરોધી ગણાવી હતી. પોતાની આગવી શૈલીમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ’મારો તે તમામ રાજ્યોના મુખ્યમંત્રીને સવાલ છે, જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં છે, ત્યાં તેમના શહેજાદા ઉદ્યોગોનો વિરોધ કરે છે.