મોદીની ગેરંટી જાદુ જેવું કામ કર્યું’,પીએમએ ક્તારથી પરત ફરતા ભારતીયોની સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી

નવીદિલ્હી,ભારતને મોટી રાજદ્વારી જીત મળી છે. ક્તાર દ્વારા મૃત્યુદંડની સજા પામેલા ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આઠમાંથી સાત કર્મચારીઓ ભારત આવ્યા છે. ભારત પહોંચેલા નાગરિકોનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના તેમના માટે ભારત પરત આવવું અશક્ય હતું. તેમણે આનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત રાજદ્વારી પ્રયાસોને આપ્યો છે. તમામ ભૂતપૂર્વ કર્મચારીઓને મુક્ત કરવા બદલ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીના વખાણ થઈ રહ્યા છે. દરેક લોકો મોદીના વખાણ કરી રહ્યા છે.

દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ નેવીના સાત પૂર્વ અધિકારીઓએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. એક ભૂતપૂર્વ સૈનિકે સજા અંગે ક્તારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે સીધી વાત કરવા બદલ મોદીનો આભાર માન્યો હતો. તેમણે આપણી સ્વતંત્રતા માટે વડા પ્રધાનના રાજદ્વારી પગલાંની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો.

તેની મુક્તિ પર તેણે કહ્યું, ’હું ઘરે પરત ફરીને રાહત અને આનંદ અનુભવું છું. હું વડા પ્રધાન મોદીનો આભાર માનવા માંગુ છું કારણ કે અમારી મુક્તિ સુનિશ્ર્ચિત કરવા માટે તેમના અંગત હસ્તક્ષેપ ન હોત તો આ શક્ય બન્યું ન હોત. હું ક્તાર રાજ્યના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું.અન્ય મુક્ત કરાયેલા ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીએ પણ આવી જ લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, ’વડાપ્રધાન મોદીના હસ્તક્ષેપ વિના અમે મુક્ત થયા ન હોત. જો અમને આઝાદી અપાવવા માટે તેમના અથાક પ્રયાસો અને હસ્તક્ષેપ ન હોત તો અમે આજે તમારી સામે ઊભા ન હોત.મૃત્યુદંડથી બચીને ક્તારથી પરત ફરેલા ભૂતપૂર્વ કર્મચારીઓને લઈને સોશિયલ મીડિયા પર દરેક જણ ભાવુક જોવા મળ્યા હતા. તમામ યુઝર્સ વડાપ્રધાન મોદીના વખાણ કરી રહ્યા છે.

સૂચના અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ ટ્વિટર પર કહ્યું, ’મોદી સરકારે ખાતરી આપી હતી કે તેઓ તમામ ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવશે. હંમેશની જેમ પીએમની ’મોદી ગેરંટી’એ જાદુની જેમ કામ કર્યું છે. તમામ આઠને મુક્ત કરવામાં આવ્યા છે. સાત ઘરે પરત ફર્યા છે. મોદી સાથે શક્ય છે.

એક યુઝરે લખ્યું કે, ’હું ૨૦૨૪ની લોક્સભા ચૂંટણી પહેલા આઠ ભારતીયોના જીવ બચાવવા અને તેમને સ્વદેશ પરત લાવવા બદલ મોદી સરકારની પ્રશંસા કરું છું.’ તેમણે વધુમાં કહ્યું કે, ’અલબત્ત, ભારતે એલએનજી વેચવા માટે ક્તાર સાથે કરાર કરીને કિંમત ચૂકવવી પડી હતી. જો કે, સરકારે રાષ્ટ્રનું સન્માન બચાવ્યું અને તેની પ્રશંસા થવી જોઈએ!’