મોદીની એક વાત અને આ સરકારી કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ!

નવીદિલ્હી, ચૂંટણીની સીઝન ચાલી રહી છે ત્યારે માર્કેટમાં પણ ઉટકપટક ચાલી રહી છે. બજારમાં એક દિવસ તેજી તો એક દિવસ ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની સાથે એક સરકારી શેર છે જેનો ઉલ્લેખ હાલમાં પીએમ મોદી પણ કરી ચૂક્યા છે. આ શેરે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. ડિફેન્સ સેક્ટરના આ શેરનું નામ છે હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ. જ્યારથી સંસદમાં પીએમ મોદીએ આ શેરનો ઉલ્લેખ કર્યો છે ત્યારથી રોકાણકારોના રૂપિયા ડબલ થયા છે. એવામાં સવાલ એ છે કે આ શેરમાં હજુ પણ ઉછાળો કાયમ રહેશે.

ઓગસ્ટથી લઈને અત્યાર સુધી આ કંપનીના શેરે રોકાણકારોને લગભગ ૧૪૦ ટકાનું ભારે રિટર્ન આપ્યું છે. ૧૦ ઓગસ્ટ ૨૦૨૩ના એચએએલના શેરનો ભાવ રૂ.૧૮૫૯ હતો. જે હવે વધીને રૂ. ૪૫૩૯ થયો છે. હાલમાં ચૂંટણીનો માહોલ છે અને જાણકારોનું માનવું છે કે દેશમાં સ્થિર સરકાર બને છે તો સરકારી શેરમાં તેજી જોવા મળી શકે છે. તો જાણો તેના વિશે તમામ વાતો. ૧૦ ઓગસ્ટે પીએમ મોદીએ સંસદમાં લગભગ ૨ કલાક ૧૩ મિનિટનું ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં પીએમ મોદીએ વિપક્ષ પર વાર કરતા કહ્યું કે એલઆઈસી, એચએએલ જેવી કંપનીઓની સ્થિતિ અને પબ્લિક સેક્ટર અંડરટેકિંગને વેચવાને માટે વાત કરાય છે પણ આ કંપનીઓ આજે રોકાણકારોને વધારે રિટર્ન આપી રહી છે. પીએમ મોદીનું કહેવું હતું કે જો તમે પણ શેરમાર્કેટમાં રોકાણ કરો છો તો આ કંપનીઓ પર નજર રાખવાનું શરૂ કરી દો.

હિન્દુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડે ગુરુવારે તેના ત્રિમાસિક પરિણામ રજૂ કર્યા. તેમાં કંપનીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીના નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ચોથા ત્રિમાસિકમાં ૪૩૦૮ કરડો રૂપિયાનો ચોખ્ખો નફો થયો. જે ગત વર્ષની સરખામણીએ ૫૨ ટકા વધારે છે. આ શાનદાર પરિણામની અસર કંપનીના શેર પર પણ વધારે જોવા મળે છે. ગુરુવારે આ કંપનીનો શેર ૫૨ અઠવાડિયાના પીક પર પહોંચ્યો. તો શું હજુ પણ તેમાં તેજી કાયમ રહેશે?

જાણકારનું માનવું છે કે એચએએલના શેરમાં હજુ પણ તેજીની સંભાવના છે. આવનારા દિવસોમાં એચએએલના શેરમાં વધારો જોવા મળી શકે છે. સરકારી કંપનીનો આ શેર ૪૮૦૦ના રેન્જને પાર કરી શકે છે. લગભગ ૩ લાખ કરોડના માર્કેટ કેપની આ કંપનીનું ફંડામેન્ટલ ઘણું મજબૂત છે. કંપની લગભગ ડેટ ફ્રી બની ચૂકી છે. એચએએલના રોકાણકારોને ૨૫.૮ ટકાનું ડિવિડેન્ટ પણ મળ્યું છે. એચએએલના સિવાય કેટલાક અન્ય સરકારી કંપનીના શેર છે જેઓએ રોકાણકારોને માલામાલ કર્યા છે. તેમાં આઈસી, રેલ વિકાસ નિગમ, એમએમટીસી, એનડીએમસી, સેન્ટ્રલ બેંક, યૂકો બેંક, ઈરકોન, એનએચપીસી સહિત ૫૬ કંપનીઓ સામેલ છે. રેલ વિકાસ નિગમે એક વર્ષમાં રોકાણકારોને ૧૩૮ ટકા રિટર્ન આપ્યું છે. એનએમડીસીએ આ સમયે રોકાણકારોને ૧૫૮ ટકાનો નફો કરાવ્યો છે. તો ઈરકોનની વાત કરીએ તો તેણે ૨૨૭ ટકાની કમાણી કરાવી છે.