અમદાવાદ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદવાદના રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યા બાદ મોટા ભાઈ સોમાભાઇના ઘેર મહેમાનગતિ માણી હતી અને મોટાભાઇના આશીર્વાદ લીધા હતાં અને તેમને ત્યાં ચ્હા પીધી હતી.
એ યાદ રહે કે નિશાન સ્કૂલ ખાતે વડાપ્રધાને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેઓ સ્કૂલમાંથી બહાર નીકળ્યા હતા અને લોકોનું અભિવાદન ઝીલતા-ઝીલતા તેમના મોટાભાઈ સોમાભાઈ મોદીના ઘરે પહોંચ્યા હતા. તેમના મોટાભાઈ સોમાભાઈ તેમને મળીને રડી પડ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, તેઓ સારૂ કામ કરે છે જેથી થોડો આરામ પણ કરવો જોઈએ.
સોમાભાઈએ મીડિયાને જણાવ્યું હતું કે તેમના ભાઈ નરેન્દ્રભાઈ સારૂ કામ કરે છે. તેમને થોડો આરામ પણ કરવો જોઈએ. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી છ વર્ષ બાદ મને મળવા માટે આવ્યા છે.તેમણે કહ્યું કે તેઓ આવ્યા ત્યારે મારી પત્ની અને પુત્રવધુ હતાં નરેન્દ્ર મોદીએ તમામના આરોગ્ય અંગે પુછપરછ કરી હતી અને ચ્હા પીધી હતી તેઓ ૧૦ મિનિટ સુધી રોકાયા હતાં આ દરમિયાન કોઇ રાજકીય વાતચીતો કરવામાં કરવામાં આવી ન હતી તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન સાથે ટેલીફોન પર કેટલીક વાર વાત થાય છે. તેમણે કહ્યું કે ૨૦૧૪ પછી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી સારા કામ થયાં છે. હું પણ તેમને કહું છું કે દેશ માટે સારા કામો કરો. આ દરમિયાન તેઓ ભાવુક થયા હતાં. સોમાભાઈ પોતાના ઘરે નરેન્દ્રભાઈને જોતા જ ભાવુક થયા હતાં. મોદીએ ત્યાં થોડોક સમય પણ પસાર કર્યો હતો.