મોદી માટે પડકારજનક ત્રીજી ઈનિંગ

વિપક્ષને મળી સંજીવની

લોક્સભા ચૂંટણીઓમાં ભાજપ સૌથી મોટી પાર્ટી રૂપે ઉભરી અને એનડીએને બહુમતી પ્રાપ્ત થઈ. જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન છે, જે ત્રીજી વાર સત્તામાં આવવા જઈ રહ્યા છે. તેઓ ચારસો પારના લ-યથી ઘણા પાછળ રહી ગયા, પરંતુ તેમણે જબરદસ્ત ચૂંટણી પ્રચાર કર્યો અને એટલે જ ભાજપે ઓડિશા, મધ્ય પ્રદેશ, હિમાચલ, દિલ્હી, બિહાર, ત્રિપુરા અને અસમ વગેરેમાં બહેતર પ્રદર્શન કર્યું, પરંતુ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બંગાળ જેવા કેટલાક મોટાં રાજ્યોમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ૨૦૧૪ બાદ પહેલી વાર ભાજપને પોતાના જોરે પૂર્ણ બહુમત તો ન મળી. તેમ છતાં એ ભૂલવું ન જોઇએ કે મોદી સરકાર દસ વર્ષના સત્તાવિરોધી વલણનો સામનો કરી રહી હતી. એ નક્કી છે કે ભાજપના ઘટક પક્ષો પર કંઇક વદારે જ આશ્રિત રહેવું પડશે.

ચૂંટણી પરિણામોએ ભારતીય લોક્તંત્રને વિજયી બનાવ્યું છે. વૈશ્વિક સ્તરે અને વિપક્ષ દ્વારા એક વિમર્શ ઊભો કરવામાં આવ્યો હતો કે ભઆરતમાં લોક્તંત્ર ખતમ થઈ ગયું છે. વિપક્ષી ગઠબંધને તો ચૂંટણી પંચને જ કઠેરામાં ઊભું કરી દીધું હતું. અનેક સવાલો ઈવીએમ પર ઉઠાવવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટણી પરિણામોએ એ તમામ પર વિરામ લગાવી દીધું. વિપક્ષી દળોનું પ્રદર્શન શાનદાર રહ્યું અને જો તેઓ સંસદમાં એકજુટ રહ્યા તો ભારતીય લોક્તંત્રમાં સશક્ત વિપક્ષ મળશે.

મોદી સરકારનું ત્રીજી વાર સત્તામાં આવવું એનો સંકેત છે કે જનતાએ વિપક્ષને બદલે તેમની નીતિઓને સ્વીકૃતિ આપી. પરિણામો ભાજપને અખિલ ભારતીય સ્વરૂપ પ્રદાન કરે છે, કારણ કે તેણે દક્ષિણમાં કર્ણાટક સિવાય અન્ય રાજ્યોમાં પણ પહોંચ બનાવી. પરિણામો વિપક્ષની સફળતા દર્શાવવા બાદ પણ તેમની નકારાત્મક રાજનીતિ અને આરોપાત્મક મોદી-વિરોધી વિમર્શને નકારે છે. વાસ્તવમાં આ પરિણામો ભારતીય લોક્તંત્ર સશક્ત હોવાનું પ્રમાણ છે, જેના વિશે વિપક્ષ દ્વારા ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો. જ્યારે ભાજપના કમજોર પ્રદર્શન બાદ પણ મોદીની ‘ત્રિશૂળ રણનીતિ’ કામ લગી, જે સુશાસન અને લોક-કલ્યાણકારી વિકાસ, સમાવેશી રાજનીતિ અને જાતીય-અસ્મિતાને વર્ગ-રાજનીતિ સાથે જોડવાથી બની છે. તેણે ભારતીય રાજનીતિના વ્યાકરણને બદલી નાખ્યું. દસ વર્ષોમાં મોદીની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ જનતાને કોઈ ભેદભાવ વિના મળ્યો.

ભારતીય રાજનીતિ શરૂઆતથી જ જાતીય અસ્મિતાની જાળમાં ફસાયેલી રહી, પરંતુ મોદીએ તેને વર્ગ રાજનીતિ સાથે જોડી. તેમણે મહિલાઓ, યુવાઓ, સીમાંત ખેડૂતો અને ગરીબો – ચાર વર્ગોનું પુનર્સર્જન કર્યું અનેતેમને જાતીય અસ્મિતા સાથે જોડીને સામાજિક સંરચનામાં વર્ગ ચેતનાનો સંચાર કર્યો. આજે દેશ ‘ભાજપ સિસ્ટમ’ તરફ જઈ રહ્યો છે, એવી જ રીતે જેમ સ્વતંત્રતા બાદ ‘કોંગ્રેસ સિસ્ટમ’ તરફ ગયો હતો, જેમાં કોંગ્રેસની સામાજિક સંરચનાનો વિસ્તાર તમામ રાજ્યોમાં થઈ ગયો હતો, પરંતુ આ વખતે વિપક્ષના વિમર્શથી ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં પછાત જાતિઓ અને દલિતોમાં પણ અનામત અને બંધારણને લઈને એક શંકા પેદા કરવામાં આવી અને તેઓ ભાજપથી દૂર થઈ ગયા. ચારસો પારના નારો પણ આ ભયને હવા આપી કે આટલી મોટી સંખ્યામાં સીટો કેમ જોઇએ છે? આ મનોવૈજ્ઞાનિક દબાણ મોદીની તમામ લોક કલ્યાણકારી યોજનાઓ પર ભારે પડ્યું. મોદી સરકાર દ્વારા ૮૦ કરોડ લોકોને મફત રાશન આપવાનો અર્થ વિપક્ષે એ જણાવ્યો કે દેશમાં બહુ ગરીબી છે, જ્યારે ૮૦ કરોડ લોકો જાણતા હતા કે તેમના ઘરે કોઈ ભૂખ્યું નહીં સૂવે. મોદી સરકારે આયુષ્માનથી સ્વાસ્થ્ય સુરક્ષા, નલ સે જલ સુરક્ષા, પાક વીમા યોજનાથી પાકોની સુરક્ષા, જનધન યોજના, ક્સિાન સન્માન નિધિ અને ડીબીટીથી આથક સુરક્ષા, સ્વચ્છ ભારત યોજનાથી મળેલ મહિલા સુરક્ષા અને અન્ય યોજનાઓથી જે ‘સુરક્ષા કવચ’ ગરીબો માટે ઊભું કર્યું, તે આ મનોવૈજ્ઞાનિક ભય સામે ઉત્તર પ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં કંઈ કામ ન આવ્યું કે આ સરકાર ફરીથી સત્તામાં આવી તો અનામત ખતરામાં પડી શકે છે.

દિક્ષણી રાજ્યો તેલંગણા, આંધ્રમાં તો ભાજપનું પ્રદર્શન સારું રહ્યું, પરંતુ રાજસ્થાનમાં આંતરિક વિખવાદ અને ટિકિટ વહેંચણીને કારણે ભીતરઘાતથી પાર્ટીનું પ્રદર્શન એટલું સારું ન રહ્યું. મહારાષ્ટ્રમાં પણ ભાજપનો પ્રયોગ પ્રભાવ ન પાડી શક્યો. સૌથી ચોંકાવનારાં પરિણામ બંગાળનાં રહ્યાં, જ્યાં મમતા બેનર્જીએ વર્ચસ્વ જાળવી રાખ્યું અને ભાજપ પોતાનો જનાધાર ન વધારી શકી. તેનાથી વિપરીત ઓડિશા વિધાનસભા અને લોક્સભામાં ભાજપનું શાનદાર પ્રદર્શન રહ્યું અને લાંબા સમય બાદ નવીન પટનાયકને વિસ્થાપિત કરીને તે પોતાની સરકાર બનાવશે.