નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે મધ્યપ્રદેશ વ્યાપમ કોભાંડ તરીકે ઓળખાય છે દિલ્હી એક સમયે સીડબ્લ્યુજી અને ૨જી કોભાંડ તરીકે જાણીતું હતું પરંતુ હવે સ્થિતિ બદલાઇ ગઇ છે.અને તેની સાથે દિલ્હીની ઓળખ પણ બદલાઇ ગઇ છે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મધ્યપ્રદેશ ના ગ્વાલિયરમાં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યાં હતાં આ દરમિયાન તેમણે રાજયમાં સત્તા પર રહેલા ભાજપ અને કોગ્રેસ બંને પર આકરા પ્રહાર કર્યા હતાં
અરવિંદ કેજરીવાલે કોગ્રેસ અને ભાજપના શાસનમાં થયેલા કોભાંડને લઇને બંન્ને પક્ષોને ધેર્યા હતાં કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યું કે આજ સુધી ખાદ્ય ચીજવસ્તુ પર કોઇ ટેકસ નહોતો પરંતુ હવે તે લાદવામાં આવ્યો છે.ભાજપ પર પ્રહાર કરતા કેજરીવાલે આરોપ લગાવ્યો કે તેઓએ ૧૧ લાખ કરોડ રૂપિયાની લુંટ કરી છે તેમનું કહેવુ છે કે સરકાર બેઇમાની કરી રહી છે અને મનીષ સિસોદિયાને જેલમાં મોકલવામાં આવી રહ્યાં છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે મેં સાંભળ્યુ છે કે રાજાએ જ સ્ટેશન પર જઇને ચા વેચે છે મુખ્યમંત્રી કેજરીવાલે જનતાને અપીલ કરી કે તે તેમની પાર્ટીને એકવાર તક આપે તેમણે એમ પણ કહ્યું કે મધ્યપ્રદેશ માં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ લક મામા (મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણ) અને તેના ચેલાને ભુલી જશે તેમણે કહ્યું કે મધ્યપ્રદેશ માં વીજળી મોધી છે જયારે દિલ્હીમાં વીજળી મફત છે પંજાબમાં પણ હવે વીજળીનું બિલ શૂન્ય થવા લાગ્યું છે મધ્યપ્રદેશ માં ૮-૧૦ કલાકનો પાવર કટ છે જયારે મેં મફત વીજળીની જાહેરાત કરી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુસ્સે થઇ ગયા અને કહેવા લાગ્યા કે તે મફત વીજળી વહેંચી રહ્યાં છે.
કેજરીવાલે કહ્યું કે મેં દિલ્હીના લોકના હાથમાં સાત રેવડી મુકી છે મફત વિજળી,ઉત્તમ શાળાઓ,બધા માટે મફત સારવારક મફત પાણી મહિલા માટે મફત મુસાફરી વૃદ્ધો માટે મફત યાત્રા,નોકરીની વ્યવસ્થા તમને આ સાત રેવડી જઇએ છે કે નહીં હું મોદીજીને કહેવા માંગુ છું કે આટલી મોધવારી છે મેં લોકોના ચહેરા પર થોડું સ્મિત લાવી દીધુ હોય ત શું ખોટું કર્યું .