મોદીએ ૩૮૦ માંથી ૨૭૦ સીટો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી છે અમિત શાહનો દાવો

  • રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

કોલકતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પશ્ર્ચિમ બંગાળના બાણગાંવમાં જનસભા દરમિયાન મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે મતદાનના ચાર તબક્કા પૂર્ણ થઈ ગયા છે. ૩૮૦ બેઠકો માટેની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. બંગાળમાં ૧૮ બેઠકો માટે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. આજે તમને જણાવી દઈએ કે ૩૮૦ માંથી મોદીએ ૨૭૦ સીટો લઈને સંપૂર્ણ બહુમતી મેળવી લીધી છે. આગળની લડાઈ ૪૦૦ને પાર કરવાની છે.

તેમણે કહ્યું કે મમતા બેનર્જી જૂઠું બોલી રહ્યા છે કે જે પણ સીએએ હેઠળ નાગરિક્તા માટે અરજી કરશે તેને સમસ્યાઓનો સામનો કરવો પડશે. હું માતુઆ સમુદાયના લોકોને ખાતરી આપવા આવ્યો છું કે કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તમને નાગરિક્તા પણ મળશે અને દેશમાં સન્માન સાથે જીવી શકશો. વિશ્ર્વની કોઈ શક્તિ મારા શરણાર્થી ભાઈઓને ભારતના નાગરિક બનવાથી રોકી શકશે નહીં, આ શ્રી નરેન્દ્ર મોદીજીનું વચન છે.

તેમણે કહ્યું કે અહીં (બંગાળમાં) ભ્રષ્ટાચાર, ઘૂસણખોરી, બોમ્બ વિસ્ફોટ અને સિન્ડિકેટ શાસન… મમતા દીદી તેને રોકી શક્તા નથી, માત્ર મોદીજી જ રોકી શકે છે. ચિટફંડ કૌભાંડ, શિક્ષક ભરતી કૌભાંડ, મ્યુનિસિપલ ભરતી કૌભાંડ, રાશન કૌભાંડ, ગાય અને કોલસાના દાણચોરીમાં સંડોવાયેલા લોકો અને પૈસા વિશે પ્રશ્ર્નો પૂછનારાઓએ જેલમાં જવાની તૈયારી કરવી જોઈએ. કોઈને છોડવામાં આવશે નહીં.

આ પહેલા સોમવારે અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અયોયામાં નવનિમત રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરવા ગયા નથી કારણ કે તેમને વોટ બેંક ગુમાવવાનો ડર છે. મહારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેઓ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે પાસેથી જાણવા માગે છે કે કોંગ્રેસના નેતાના આ સ્ટેન્ડ પર તેમનો શું અભિપ્રાય છે?