પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેપી શર્મા ઓલીને નેપાળના પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત અને નેપાળ વચ્ચે મિત્રતાના ઊંડા સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા માટે પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા માટે નજીકથી કામ કરવાની આશા વ્યક્ત કરી હતી.
નેપાળના પ્રધાનમંત્રી તરીકે તમારી નિમણૂક બદલ અભિનંદન. આપણાં બંને દેશો વચ્ચેના મિત્રતાના ઊંડા બંધનોને વધુ મજબૂત કરવા અને આપણાં લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આપણાં પરસ્પર લાભદાયી સહકારને વધુ વિસ્તૃત કરવા માટે હળીમળીને કામ કરવા માટે આતુર છીએ.
રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રવિવારે ૭૨ વર્ષીય સીપીએન યુએમએલ પ્રમુખ કેપી શર્મા ઓલીને નેપાળના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા ચીનના સમર્થક ઓલી સોમવારે સવારે ૧૧ વાગ્યે શપથ લેશે. પોતાના પ્રથમ કાર્યકાળમાં ઓલીએ જાહેરમાં ભારતની ટીકા કરી હતી. ૨૦૧૫ માં નેપાળમાં નવા સંઘીય, લોકશાહી બંધારણને અપનાવવામાં આવ્યા પછી, તેરાઈ પ્રદેશમાં મહિનાઓ સુધી આંદોલન ચાલ્યું હતું. ભારતીય મૂળના તેરાઈના રહેવાસીઓએ ભેદભાવનો આક્ષેપ કર્યો હતો.
આ મુદ્દે ભારત-નેપાળના સંબંધોમાં તણાવ હતો, પરંતુ ઓલી નેપાળ-ભારત અગ્રણી વ્યક્તિ જૂથ બનાવવા માટે સંમત થયા હતા. બીજી વખત સત્તા સંભાળતા પહેલા, ઓલીએ દેશની આથક સમૃદ્ધિ માટે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ નેપાળનો નવો રાજકીય નકશો જાહેર થયા બાદ ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. નવા નકશામાં ત્રણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ભારતીય વિસ્તારોને નેપાળ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
જુલાઈ ૨૦૨૦માં ઓલીએ દાવો કર્યો હતો કે ભારતે રામને હડપ કરી લીધું છે અને અસલી અયોયા નેપાળમાં છે. ઓલીના દાવાથી ભારત અસ્વસ્થ થયા બાદ નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી હતી.
ઓલી ૧૧ ઓક્ટોબર ૨૦૧૫ થી ૩ ઓગસ્ટ ૨૦૧૬ સુધી અને ૫ ફેબ્રુઆરી ૨૦૧૮ થી ૧૩ જુલાઈ ૨૦૨૧ સુધી વડાપ્રધાન રહી ચુક્યા છે. ૧૩ મે, ૨૦૨૧ થી ૧૩ જુલાઈ, ૨૦૨૧ સુધીનો વડાપ્રધાન તરીકેનો તેમનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો. તત્કાલીન રાષ્ટ્રપતિ બિદ્યાદેવી ભંડારી દ્વારા તેમની નિમણૂકને સર્વોચ્ચ અદાલતે ગેરબંધારણીય ગણાવી હતી.