મોદીએ ૨૦૨૪માં ફરીથી પીએમ બનવું જોઈએ, ૨૮ મેના રોજ સેંગોલ આપતા પહેલા બોલ્યા મદુરાઈ અધીનમના મુખ્ય સંત

નવીદિલ્હી, નવા સંસદભવનના ઉદ્ઘાટનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, મદુરાઈ અધીનમના મુખ્ય પૂજારી શ્રી હરિહર દેસિકા સ્વામીગલે કહ્યું છે કે આગામી વર્ષ ૨૦૨૪ માં પણ નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન તરીકે પાછા ફરે. નવા સંસદભવનના ઉદ્ઘાટન દરમિયાન સ્વામીગલ પીએમ મોદીને ‘સેંગોલ‘ ભેટ કરશે.

મદુરાઈ અધિનમના ૨૯૩મા મુખ્ય પૂજારી ૨૮ મે, રવિવારે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીને રાજદંડ ‘સેંગોલ’ અર્પણ કરશે. સ્વામીગલે કહ્યું કે પીએમ મોદીની વિશ્ર્વભરમાં પ્રશંસા થઈ રહી છે અને દેશવાસીઓને તેમના પર ગર્વ છે.

સ્વામીગલે કહ્યું, ” વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા નેતા છે જેમને દુનિયાભરમાંથી પ્રશંસા મળી. તે તમામ લોકો માટે સારું કામ કરી રહ્યા છે. આવતા વર્ષે ૨૦૨૪માં તેઓ ફરી વડાપ્રધાન બનવાના છે. અમે બધા તેમના પર ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા છીએ કારણ કે વિશ્ર્વના નેતાઓ અમારા વડા પ્રધાનની પ્રશંસા કરી રહ્યા છે.

તેમણે એમ પણ કહ્યું કે, “હું પીએમ મોદીને મળીશ અને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે તેમને રાજદંડ ‘સેંગોલ’ અર્પણ કરીશ.” આ ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’ ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ પંડિત જવાહરલાલ નેહરુને અર્પણ કરવામાં આવ્યો હતો અને તે અંગ્રેજો પાસેથી ભારતમાં સત્તા સ્થાનાંતરણના પ્રતીક તરીકે આપવામાં આવ્યો હતો. હવે આ ‘સેંગોલ’ ૨૮ મેના રોજ પીએમ મોદીને સોંપવામાં આવશે.

ઐતિહાસિક રાજદંડ ‘સેંગોલ’ની રચના કરનાર વુમ્મીદી બંગારુ જ્વેલર્સના ચેરમેન વુમ્મિદી સુધાકરે જણાવ્યું હતું કે, “અમે ‘સેંગોલ’ની રચના કરી છે. તે બનાવવામાં અમને એક મહિનાનો સમય લાગ્યો તે સિલ્વર અને ગોલ્ડ પ્લેટેડમાંથી બનાવવામાં આવે છે ત્યારે હું ૧૪ વર્ષનો છોકરો હતોપ અમે પીએમ નરેન્દ્ર મોદીના ખૂબ આભારી છીએ.

હવે રવિવારે ફરી ઈતિહાસનું પુનરાવર્તન થશે જ્યારે નવું સંસદ ભવન દેશને સમપત થશે. આ દરમિયાન પીએમ મોદીને રાજદંડ ‘સેંગોલ’ આપવામાં આવશે અને તેઓ તેને નવા સંસદભવનમાં સ્થાપિત કરશે. તેને લોક્સભા સ્પીકરની ખુરશી પાસે સ્થાપિત કરવામાં આવશે. દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ પણ ૧૪ ઓગસ્ટ ૧૯૪૭ની રાત્રે તેમના નિવાસસ્થાને ઘણા નેતાઓની હાજરીમાં આ ‘સેંગોલ’નો સ્વીકાર કર્યો હતો. જો કે તે પછી તેને અલ્હાબાદ મ્યુઝિયમની નેહરુ ગેલેરીમાં રાખવામાં આવ્યો હતો.

૧૯૪૭ની ઘટનાનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ’૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ની રાત્રે જવાહરલાલ નેહરુને તમિલનાડુમાં તિરુવદુથુરાઈ અધીનમ (મઠ)ના અધિમ (પાદરીઓ) વતી ‘સેંગોલ’ આપવામાં આવ્યું હતું. અંગ્રેજો દ્વારા ભારતીયોના હાથમાં સત્તા સ્થાનાંતરિત કરી હતી. વડાપ્રધાન મોદીએ હવે સેંગોલને સ્વતંત્રતાના અમર સમયના રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવવાનો નિર્ણય કર્યો છે. અમિત શાહે કહ્યું કે સંસદ ભવન ઐતિહાસિક ‘સેંગોલ’ માટે સૌથી પવિત્ર સ્થળ છે.