મોદી બોલ્યા- વિદેશ કરતાં ભારતમાં ડેટા 10 ગણો સસ્તો:ભારતનું મિશન દુનિયાને જોડવાનું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​15 ઓક્ટોબરે નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે 2024 ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસની આઠમી એડિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં ભારતમાં 6G ડેવલપમેન્ટ પર અપડેટ્સ રજૂ થાય તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમ 18 ઓક્ટોબર સુધી યોજાશે.

‘ધ ફ્યુચર ઈઝ નાઉ’ થીમ સાથે આયોજિત આ ઈવેન્ટમાં ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, IoT, સેમિકન્ડક્ટર, સાયબર સિક્યોરિટી, ગ્રીન ટેક, સેટકોમ અને ઈલેક્ટ્રોનિક્સ સંબંધિત ઘોષણાઓ ઉપરાંત 5Gના યૂઝ કેસ પણ શોકેસ કરાય તેવી સંભાવના છે.

આ ટેક ઈવેન્ટમાં વિશ્વના 120 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે અને લગભગ 900 સ્ટાર્ટઅપ્સે પણ ભાગ લીધો છે. IMC 2024ના એક્ઝિબિશનમાં PM મોદીને ટેક ઇનોવેશન્સ બતાવવામાં આવ્યા હતા. પીએમની સાથે કેન્દ્રીય કોમ્યુનિકેશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હતા.

પીએમ મોદીએ WTSA 2024નું પણ ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (WTSA) 2024નું પણ ઉદ્ઘાટન કર્યું, જેને પ્રથમવાર ભારત અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયન આયોજિત કરવામાં કરવામાં આવી રહ્યું છે. 190 થી વધુ દેશોના 3,000 થી વધુ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને તકનિકી નિષ્ણાતોએ ભાગ લીધો છે.

PMએ કહ્યું- ભારતમાં 120 કરોડ મોબાઈલ યુઝર્સ, ભાષણના 6 મુદ્દા

  • છેલ્લા દસ વર્ષમાં ભારતે પાથરેલા ઓપ્ટિકલ ફાઈબર ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનાં અંતર કરતાં આઠ ગણા વધુ છે. બે વર્ષ પહેલા આપણે 5G લોન્ચ કર્યું હતું. આજે દરેક જિલ્લો 5G થી જોડાયેલો છે. હવે આપણે 6G ટેક્નોલોજી પર પણ ઝડપથી કામ કરી રહ્યા છીએ.
  • ટેલિકોમ સેક્ટરમાં સુધારાને કારણે ઈન્ટરનેટ ડેટાના ભાવમાં ઘટાડો થયો છે. આજે ભારતમાં મોબાઈલ ડેટાની કિંમત 12 સેન્ટ પ્રતિ GB છે. અન્ય દેશોમાં એક જીબી ડેટા દસ ગણો મોંઘો છે. આજે ભારતીયો દર મહિને સરેરાશ 30 GB ડેટા વાપરે છે.
  • જ્યાં સુધી અમે ભારતમાં તેનું ઉત્પાદન ન કરીએ ત્યાં સુધી ફોન સસ્તા ન હોઈ શકે. 2014માં માત્ર બે મોબાઈલ મેન્યુફેક્ચરિંગ યુનિટ હતા. આજે તે 200 થી વધુ છે. પહેલા આપણે વિદેશથી સ્માર્ટફોન આયાત કરતા હતા. હવે, આપણે ભારતમાં છ ગણા વધુ ફોન બનાવીએ છીએ.
  • જન ધન, આધાર અને UPIના ઉદાહરણ આપતાં પીએમ મોદીએ કહ્યું કે ONDC ડિજિટલ કોમર્સ સેક્ટરમાં ક્રાંતિ લાવશે. મોદીએ કહ્યું, અમે COVID-19 દરમિયાન જોયું કે કેવી રીતે આપણા ડિજિટલ પ્લેટફોર્મે જીવનને સરળ બનાવ્યું છે.
  • આજે ભારત ટેલિકોમ અને તેને સંબંધિત ટેક્નોલોજીના સંદર્ભમાં વિશ્વમાં સૌથી વધુ પ્રચલિત દેશોમાંનો એક છે. ભારતમાં 120 કરોડ એટલે કે 1200 મિલિયન મોબાઈલ ફોન યુઝર્સ છે. ભારતમાં 95 કરોડ એટલે કે 950 મિલિયન ઇન્ટરનેટ યુઝર્સ છે. વિશ્વના 40% થી વધુ રિયલ ટાઇમ ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે.
  • પ્રાચીન સિલ્ક રૂટથી લઈને આજના ટેક્નોલોજી રૂટ સુધી, ભારત પાસે એક જ મિશન છે – વિશ્વને જોડવાનું અને નવા રસ્તાઓ ખોલવાનું. આવી સ્થિતિમાં, WTSA અને IMC વચ્ચેની ભાગીદારી પણ એક પ્રેરણાદાયી અને અદ્ભુત સંદેશ છે. જ્યારે સ્થાનિક અને વૈશ્વિક મેળાપ થાય છે, ત્યારે સમગ્ર વિશ્વ તેનો લાભ લે છે. આ અમારું લક્ષ્ય છે.