બેંગ્લુરુ,
જે ફોર્મ્યુલા પર ભાજપે ગુજરાતમાં ૧૫૬ સીટો જીતી હતી, હવે પાર્ટી આ રાજ્યમાં પણ તે જ ફોર્મ્યુલા અજમાવવા જઈ રહી છે. આ અંતર્ગત લગભગ ૩૦% ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવશે. જેમના સર્વે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમની ટિકિટ કાપવામાં આવશે. ગુજરાતની જેમ અહીં સીએમ બદલવામાં આવી રહ્યા નથી, કારણ કે હવે ચૂંટણીને માત્ર ત્રણ મહિના બાકી છે.
જે ફોર્મ્યુલા પર ભાજપે ગુજરાતમાં ૧૫૬ સીટો જીતી હતી, હવે પાર્ટી કર્ણાટકમાં પણ તે જ ફોર્મ્યુલા અજમાવવા જઈ રહી છે. આ અંતર્ગત લગભગ ૩૦% ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવશે. જેમના સર્વે રિપોર્ટ નેગેટિવ આવ્યા છે તેમની ટિકિટ કાપવામાં આવશે. ગુજરાતની જેમ અહીં સીએમ બદલવામાં આવી રહ્યા નથી, કારણ કે હવે ચૂંટણીને માત્ર ત્રણ મહિના બાકી છે. એ નિશ્ર્ચિત છે કે જો ભાજપ જીતીને સત્તામાં પરત ફરે તો પણ બસવરાજ બોમાઈને ફરીથી સીએમ નહીં બનાવવામાં આવે. ચૂંટણી પહેલા રાજ્યના સંગઠનમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. બીજેપીના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે, કર્ણાટકના પ્રદેશ અધ્યક્ષ સહિત તેમની આખી ટીમને ટૂંક સમયમાં હટાવી દેવામાં આવશે. તેનો હેતુ લોકોને આ સંદેશ આપવાનો છે કે જૂના લોકોને દૂર કરીને નવા લોકોને લાવવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં ભાજપ સરકાર ભારે સત્તા વિરોધી માહોલ છે. હવે જે સર્વે રિપોર્ટ આવી રહ્યા છે તેમાં પાર્ટીને માત્ર ૬૦ થી ૭૦ સીટો મળવાની ધારણા છે, જ્યારે બહુમત માટે ૧૧૩ સીટોની જરૂર છે.
બીજી તરફ કોંગ્રેસ માટે ચિંતાની વાત એ છે કે સર્વેમાં પણ તેને બહુમતી મળતી જણાતી નથી. કોંગ્રેસને ૮૦થી ૯૦ બેઠકો મળવાની આશા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ભાજપની સત્તામાં વાપસીની આશા અકબંધ છે. જો બીજેપી આમ કરવામાં સફળ રહેશે તો કર્ણાટકના ૩૭ વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કોઈ પાર્ટી સતત બીજી વખત સત્તામાં આવશે.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે સંગઠનમાં ફેરફાર અને ટિકિટ કાપવાના નિર્ણય પાછળ ૩ સર્વે છે. ગૃહમંત્રી અમિત શાહ, કર્ણાટક સરકાર અને સંગઠને અલગ-અલગ સર્વે કરાવ્યો છે. આ તમામ અહેવાલો પીએમ મોદીની ઓફિસ સુધી પહોંચી ગયા છે. આ મહિનાના અંત સુધીમાં અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં ત્યાંથી આદેશો મળી જશે કે આ વ્યૂહરચના હેઠળ ચૂંટણી લડવી પડશે. સ્પષ્ટ છે કે વડાપ્રધાન અને ગૃહમંત્રી બંને મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના કામથી ખુશ નથી. કર્ણાટકમાં સરકાર એક પણ મોટું કામ પૂરું કરી શકી નથી.
પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાને ટૂંક સમયમાં ચૂંટણી પ્રચાર સમિતિના વડા તરીકે જાહેર કરવામાં આવી શકે છે. જોકે, તેમણે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે ચૂંટણી નહીં લડે. સૂત્રોના જણાવ્યા અનુસાર ૭૯ વર્ષીય યેદિયુરપ્પા પોતાના પુત્રો માટે રસ્તો બનાવવા માંગે છે. તેમણે આ વખતે ભાજપ માટે ૧૩૦ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.