મોડલના વાળ ખરાબ રીતે કાપવા બદલ ૨ કરોડ ચૂકવવાના આદેશ પર સુપ્રીમે આપ્યું કઈક આવો નિર્ણય

નવીદિલ્હી,

સુપ્રીમ કોર્ટે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનના ૨૦૧૮ માં એક હોટેલ સલૂનમાં ખરાબ વાળ કાપવાના કારણે નુક્સાન અને આવક ગુમાવવા બદલ એક મોડેલને ૨ કરોડ રૂપિયાનું વળતર આપવાના આદેશને હાલ મુલતવી રાખ્યો છે. કોર્ટે કહ્યું કે તે ITC મૌર્ય ખાતેના સલૂન દ્વારા ’સેવામાં ઉણપ’ અંગે કમિશનના તારણોમાં દખલ કરવા માંગતી નથી.

જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે આઇટીસી લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એનસીડીઆરસીના આદેશને બાજુ પર રાખ્યો અને નવી તપાસ માટે કહ્યું હતું. હકીક્તમાં, મહિલાને તેના દાવાના સંબંધમાં પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવી હતી પરંતુ તે માટે નિષ્ફળ રહી હતી.

બેન્ચે આદેશમાં જણાવ્યું હતું કે એનસીડીઆરસીના આદેશનું અવલોકન કરવાથી, અમને વળતરની માત્રા નક્કી કરવા માટે કોઈ ચર્ચા અથવા કોઈ સામગ્રી પુરાવાનો સંદર્ભ મળ્યો નથી. આઈટીસી લિમિટેડની એક ફાઈવ સ્ટાર હોટલના એક સલૂને આશના રોય નામની મોડલના વાળ ખરાબ રીતે કાપી નાખ્યા હતા. જે બાદ મામલો એનસીડીઆરસીની હદ સુધી પહોંચ્યો અને સપ્ટેમ્બર ૨૦૨૧માં એનસીડીઆરસીએ પીડિતાને વળતર તરીકે ૨ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.

બેન્ચે જણાવ્યું હતું કે કોર્ટે રોયને તેના ભૂતકાળના મોડેલિંગ કાર્ય અથવા તેની કોઈપણ બ્રાન્ડ સાથે વર્તમાન અને ભાવિ કરાર દર્શાવવા કહ્યું હતું, જેથી તેણીને થતા સંભવિત નુક્સાનનું મૂલ્યાંકન કરી શકાય. કોર્ટે કહ્યું કે જો મહિલા પાસે કોઈ પુરાવા મળે તો તેને રજૂ કરવાની તક આપી શકાય, અમારી પાસે પીડા, વેદના અને ઈજાને ધ્યાનમાં રાખીને વળતર તરીકે એનસીડીઆરસીના રૂ. ૨ કરોડના આદેશને બાજુ પર રાખવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ખંડપીઠે કહ્યું કે આ કેસમાં રૂ. ૨ કરોડનું વળતર વધુ પડતું અને અપ્રમાણસર છે.