મુંબઇ,
એનનસીપી નેતા અને પૂર્વ કોર્પોરેટર સંદીપ દેશપાંડે પર જીવલેણ હુમલો હોવાની ઘટના સામે આવી છે. અજાણ્યા લોકોએ તેના પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટના દરમિયાન સ્થળ પર હાજર સ્થાનિકોએ અજાણ્યા હુમલાખોરોને ભગાડ્યાં હતાં. ઈજાગ્રસ્ત સંદીપ દેશપાંડેને તાત્કાલીક હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમની સ્થિતિ નાજુક છે. ઘટના સમયે એમએનએસ નેતા સંદીપ દેશપાંડે મોર્નિંગ વોક માટે શિવાજી પાર્ક ગયા હતા. તે સમય આ ઘટના બની હતી. સંપૂર્ણ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, એમએનએસ નેતા સંદીપ દેશપાંડે રાબેતા મુજબ શુક્રવારે સવારે શિવાજી પાર્કમાં મોર્નિંગ વોક માટે ગયા હતા. ઉદ્યાનમાં પહોંચ્યા પછી, તેમણે રાબેતા મુજબ ચાલવાનું શરૂ કર્યું હતું. જ્યાં મોં બાંધીને આવેલા ૬ જેટલા અજાણ્યા લોકોએ તેના પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. શરૂઆતમાં સંદીપ દેશપાંડેએ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ છ લોકોના હુમલાની સામે તે પોતાનો બચાવ કરવામાં અસફળ રહ્યાં હતાં અને ઈજાગ્રસ્ત થઈને જમીન પર પડી ગયા હતા. જેના કારણે તેના માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી.
ઘટના સમયે પાર્કમાં ઘણા લોકો હાજર હતા. હુમલો અચાનક થયો હોવાથી પહેલા તો લોકો કંઈ સમજી શક્યા ન હતા. પરંતુ જ્યારે સંદીપ દેશપાંડે જમીન પર પડ્યો ત્યારે ત્યાં હાજર લોકોએ હુમલાખોરને પડકાર્યો હતો અને સંદીપ દેશપાંડે બચાવવા દોડ્યા હતા. અહીં લોકોને આવતા જોઈને હુમલાખોર ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પાર્કમાં હાજર લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામા આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક છે.
સંદીપ દેશપાંડેના માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ છે. જેના કારણે ડોક્ટરોએ તેને હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કર્યો છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર સંદીપ દેશપાંડની હાલત ખતરાની બહાર છે, પરંતુ હવે તેમને થોડા દિવસો માટે ડોક્ટરોની દેખરેખમાં રાખવાની જરૂર છે.