ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા ર્માં મહીસાગરની પૂજા આરતી કરવામાં આવી

લુણાવાડા, જયતું સનાતન..ૐ…ગુરૂપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે મહીસાગર તીર્થધામ દેગામડા ખાતે સનાતન વર્લ્ડ પરિવાર મહીસાગર દ્વારા ગુરૂ પૂજન તેમજ ર્માં મહિસાગરની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા ર્માં મહિસાગરની પૂજા આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય મહંત અરવિંદગિરિજી દ્વારા વિધિવત મંત્રોચ્ચાર સાથે ર્માં મહીસાગરનું પૂજન કરી સર્વ ધર્મપ્રેમીઓના ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે સનાતન વર્લ્ડ પ્રદેશ અધ્યક્ષ હર્ષુ પંડયા, ચેરમેન રાજન પ્રણામી, માલપુર તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઇ માલિવાડ, કશ્યપ પટેલ, વિશાલ જોશી, અનુપસિંહ માલિવાડ, તેજપાલસિંહ સોલંકી લુણાવાડા તેમજ અન્ય મહીસાગર જીલ્લાના સામાજીક આગેવાન સી.એન બારીયા, અરવિંદ બારીયા, જગદીશ ખાંટ, મકનસિંહ પગી, રાધુસિંહ, વિક્રમસિંહ, કિરણ બારીયા, GKTS પ્રમુખ મહીસાગર કિરીટસિંહ ઝાલા તેમજ અરવલ્લી જીલ્લાના સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હિન્દુ યુવા વાહીની, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના, હિન્દુ યુવા છાત્રસંઘ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો દ્વારા પૂજ્ય મહારાજને તિલક કરી શાલ ઓઢાડી ગુરૂ પૂજન કરવામાં આવ્યું હતું.