જૂનાગઢ, જૂનાગઢના વિસાવદર અને કાલસારીના માલધારીઓ ૮૦ જેટલા પશુ લઈ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. માલધારીઓએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૮થી ગૌચરની જમીન ખુલ્લી કરવા માટે માગ કરી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માલધારીઓ આક્ષેપ કર્યો હતો કે, ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીન પર કબજો કરી લેવામાં આવ્યો છે. માલતદાર ઓફિસ મામલો બગડ્યો હતો જેના પગલે પોલીસે ૯ માલધારીઓની અટકાયત કરી હતી.
બીજી તરફ મામલતદારને માલધારીના આ પ્રશ્ર્ન અંગે પુછવામાં આવ્યું તો મામલતદારે કહ્યું કે, માલધારીઓને સમજાવાનો ખુબજ પ્રયત્ન કર્યો પરંતુ તેવો સમજ્યા નહીં સાથે જ પ્રશ્ર્નનને ઉકેલવાની વાત પણ કરવામાં આવી પરંતુ માલધારીઓ પોતાના પશુને અહીં છોડી ગયા છે. માલધારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી તેઓના પ્રશ્ર્ન ઉકેલવામાં નહીં આવે ત્યાં સુધી પશુઓ મામલતદાર કચેરીમાં જ રહેશે. જે પછી હવે માલધારીઓએ સમગ્ર આંદોલન સમાપ્ત કર્યુ છે.