મિઝોરમ દુર્ઘટના: વધુ ૩ મજૂરોના મોત, મૃત્યુઆંક ૧૧

મિઝોરમ,
મિઝોરમ દુર્ઘટનામાં મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો છે. વધુ ૩ મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે. મિઝોરમમાં સોમવારે એક પથ્થરની ખાણ ધરાશાયી થઈ ગઈ હતી જેમાં ૧૨ મજૂરો ફસાયા હતા. અગાઉ ૮ મૃતદેહો મળી આવ્યા હતા અને હવે વધુ ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આ દુર્ઘટનામાં ૧૨ મજૂરો ફસાયા હતા. જોકે, હજુ પણ એક મજૂર લાપતા છે. જોકે, આ દુર્ઘટનાનો શિકાર બનેલા મોટા ભાગના મજૂરો બિહાર અને પશ્ર્ચિમ બંગાળના રહેવાસી હતા. આ ઘટનાની જાણ થતા જ આસામ રાઈફલ્સની ટીમે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ એક મોટી પથ્થરની ખાણ છે. ખાણકામમાં રોકાયેલા ૧૨ મજૂરો ફસાઈ ગયા હતા. આ અકસ્માત હનાથિયાલ જિલ્લામાં થયો હતો. અચાનક થયેલા અકસ્માતને કારણે ત્યાં હાજર મજૂરોને ભાગવાની તક પણ મળી ન હતી. સમાચાર મળતાં જ આસપાસના ગામોના લોકો પહોંચી ગયા અને ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.