નવીદિલ્હી,મિઝોરમના સરકારી વિભાગમાં આશરે ૩૩૬૫ કર્મચારીઓએ પોતાના સ્થાનો પર અન્ય લોકોને કામે રાખ્યા છે, જે વિવિધ વિભાગોમાં કામ કરે છે. ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોમાં આ પ્રકારની છેતરપિંડીના કેસ સામે આવી રહ્યા છે.
મિઝોરમના વિવિધ વિભાગો દ્વારા સરકારને સોંપવામાં આવેલા રિપોર્ટમાં આ અનિયમિતાતાનો ખુલાસો થયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સત્તા સંભાળ્યા પછી મુખ્ય મંત્રી લાલદુહોમાના નેતૃત્વવાળી જોરમ પીપલ્સ મુવમેન્ટ સરકારે કર્મચારીઓ વિશે માહિતી માહી હતી ને જાન્યુઆરી સુધી રિપોર્ટ સોંપવા માટે કહ્યું હતું.
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ સ્કૂલના શિક્ષણ વિભાગમાં સૌથી વધુ ૧૧૧૫, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ૬૨૪ અને વીજ વિભાગમાં ૨૫૩ લોકો મૂળ કર્મચારીઓની જગ્યાએ કામ કરી રહ્યા છે. રાજયમાં સરકારના આશરે ૫૦,૦૦૦ કર્મચારીઓ છે.
રાજયમાં જે લોકોએ હંગામી કર્મચારીઓને કામ પર રાખ્યા હતા, તેમાંથી ૨૦૭૦ સરકારીએ જણાવ્યું હતું કે તેમણે આરોગ્યનાં કારણોસર આવું કરવું પડ્યું હતું, જયારે ૭૦૩ ઘરેલુ સમસ્યાઓનો હવાલો આપ્યો હતો. પ્રોક્સીનું કામ પર રાખવા માટે કર્મચારી દ્વારા અપાયેલા કારણોમાં ક્વાર્ટરોની ખેંચ, એ ગામોમાં દુર્ગમતા, સ્થાનિક ભાષાની સમસ્યાઓ સામેલ હતી.રાજયના મુખ્ય મંત્રીઓએ હાલમાં કહ્યું હતું કે રાજય કેબિનેટ સરકારી કર્મચારીઓ દ્વારા હંગામી લોકોને કામ પર રાખવાના કેસો પર વિચાર કરશે અને અંતિમ નિર્ણય લેશે.