મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ઝેડપીએમને બહુમતી મળી, ૪૦ માંથી ૨૧ બેઠકો જીતી

આઇજોલ, મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મતોની ગણતરી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરવામાં આવી હતી.આ ચુંટણીઓમાં ઝેડપીએમને બહુમતી મળી છે.મિઝોરમની ૪૦માંથી ૨૧ બેઠકો પર તેણે જીત હાંસલ કરી છે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મિઝોરમના ઉપમુખ્યમંત્રી તવાનલુઈયા તુઇચાંગમાં ઝેડપીએમ ઉમેદવાર ડબલ્યુ ચુઆનાવામા સામે હારી ગયા છે. મિઝો નેશનલ ફ્રન્ટના તવાનલુઈયાને ૬,૦૭૯ વોટ મળ્યા, જ્યારે ઝેડપીએમના ઉમેદવાર ડબલ્યુ ચુઆનાવામાને ૬,૯૮૮ વોટ મળ્યા. ચૂંટણી પંચે જણાવ્યું કે કોંગ્રેસના ઉમેદવાર સી લાલહરિયાતુયાને ૧,૬૭૪ વોટ મળ્યા, જ્યારે અપક્ષ ઉમેદવાર લાલહમુન્સિયામીને માત્ર ૬૭ વોટ મળ્યા.રવિવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની સાથે મિઝોરમમાં મતગણતરી થવાની હતી. જો કે, રાજકીય પક્ષો, એનજીઓ, ચર્ચ અને વિદ્યાર્થી સંગઠનોની અપીલ બાદ ચૂંટણી પંચે તેને મુલતવી રાખ્યું કારણ કે ખ્રિસ્તી પ્રભુત્વ ધરાવતા મિઝોરમના લોકો માટે રવિવારનું વિશેષ મહત્વ છે. મિઝોરમ વિધાનસભા માટે ૭ નવેમ્બરે મતદાન થયું હતું અને રાજ્યના ૮.૫૭ લાખ મતદારોમાંથી ૮૦ ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

મિઝોરમના મુખ્યમંત્રી અને એમએનએફના ઉમેદવાર જોરામથાંગા આઇઝોલ પૂર્વ-૧ બેઠક પરથી તેમના નજીકના હરીફ અને ઝેડપીએમના ઉમેદવાર લાલથાનસાંગા સામે ૨૧૦૧ મતોથી ચૂંટણી હારી ગયા. ચૂંટણી પંચે આ માહિતી આપી.જોરમ પીપલ્સ મૂવમેન્ટે મણિપુર વિધાનસભામા ૪૦ માંથી ૨૧ બેઠકો જીતીને રાજ્યમાં બહુમતી હાંસલ કરી છે. ગ્રામીણ વિકાસ મંત્રી લાલરુઆતકીમા આઈઝોલ વેસ્ટ-૨ બેઠક ઝેડપીએમના લાલનહિંગલોવા હમર સામે ૪,૮૧૯ મતોથી હારી ગયા. આરોગ્ય પ્રધાન આર લાલથાંગલિયાના દક્ષિણ તુઇપુઇ બેઠક ઝેડપીએમ ઉમેદવાર જેજે લાલપેખલુઆ સામે ૧૩૫ મતોથી હારી ગયા. ઝેડપીએમના સીએમ ઉમેદવાર લાલદુહોમાએ એમએનએફના માલસાવમઝુઆલા વાંચાવાંગને ૨,૯૮૨ મતોથી હરાવીને સેરછિપ બેઠક પર જીત મેળવી હતી. ભાજપે એક સીટ જીતી છે,

જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ)એ મિઝો નેશનલ ફ્રન્ટને હરાવ્યું છે, જેણે ૨૦૧૮ મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં ૨૬ બેઠકો જીતી હતી. ૨૦૧૮ માં ઝેડપીએમ ૮ બેઠકો સાથે બીજા ક્રમે હતું. પરંતુ ઝેડપીએમ અત્યાર સુધીના વલણોમાં અગ્રેસર છે. તેમને બહુમતી મળી છે.