નવીદિલ્હી, મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત મેળવ્યા બાદ, જોરમ પીપલ્સ મૂવમેન્ટ (ઝેડપીએમ)પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી પદના દાવેદાર લાલદુહોમાએ આજે (બુધવાર) રાજ્યમાં સરકારની રચનાના મુદ્દા પર ચર્ચા કરવા માટે રાજ્યપાલને મળ્યા હતા. રાજભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર લાલદુહોમા શુક્રવારે સીએમ પદના શપથ લેશે.
ઝેડપીએમએ મિઝોરમ વિધાનસભાની ૪૦ માંથી ૨૭ બેઠકો જીતીને રાજ્યમાં જંગી જીત નોંધાવી છે. આ જીત બાદ પાર્ટીના વડા લાલદુહોમાએ કહ્યું, ’રાજ્યના યુવાનો મિઝો નેશનલ ફ્રન્ટથી કંટાળી ગયા હતા અને હવે તેઓ નવા વિચારો અને સિદ્ધાંતોવાળી સરકાર ઈચ્છે છે.’ તેણે આગળ કહ્યું, ’તે ભગવાનનો આશીર્વાદ હતો અને લોકોના આશીર્વાદને કારણે આજે હું ખૂબ ખુશ છું. હું તેમનો આભાર માનું છું. અમે ગયા વર્ષથી આ મોટી જીતની અપેક્ષા રાખી રહ્યા હતા. અમે જનતાનો મૂડ જાણીએ છીએ અને અમે જાણીએ છીએ કે તેઓ અમારી સાથે છે.
લાલડુહોમાએ વધુમાં કહ્યું, ’અહીં અન્ય કોઈ દાવેદાર નથી. તેઓએ મને ગયા વર્ષે જ પસંદ કર્યો હતો. ગયા વર્ષે જ જાહેરાત કરવામાં આવી હતી કે જો ઢઁસ્ સરકાર બનશે તો લાલડુહોમા મુખ્યમંત્રી બનશે. શપથ સમારોહ પૂર્ણ થયા બાદ હું સીએમ તરીકે પ્રેસ કોન્ફરન્સ કરીશ, જેમાં હું મારી સર્વોચ્ચ પ્રાથમિક્તા જાહેર કરીશ.
મંગળવારે, ઝેડપીએમ દ્વારા આ વિજયને ચિહ્નિત કરવા માટે પૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ઝેડપીએમના નવા સાંસદ બેરીલ વેનેસાંગીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે વિધાનસભા ચૂંટણીમાં તેમની જીતનો સંપૂર્ણ શ્રેય રાજ્યની મહિલાઓને આપ્યો.