મુંબઇ, ખલીફાએ થોડો સમય પોર્ન ઈન્ડસ્ટ્રીમાં પસાર કર્યો હતો પરંતુ તે થોડા સમયમાં જ તેને ઘણી ફેમ મળી ગઈ હતી. મિયા પોતાના એ સમયને લાઈફની સૌથી મોટી ભુલ માને છે. એક રિપોર્ટ અનુસાર સ્ટીફન બોર્ટલેટની ’ડાયરી ઓફ એ સીઈઓ’ પોડકાસ્ટમાં મિયાએ પોતાની લાઈફ પર વાત કરી છે. મિયા હવે તેના બર્થ નેમ સારાહ જોએ ચમાઉથી ઓળખાવવાનું પસંદ કરે છે. વાતચીતમાં મિયાએ જણાવ્યું કે, મારા ૧૮માં જન્મદિવસના ચાર દિવસ બાદ લાસ વેગસથી ભાગી જવાની વાત થઈ, મને તે સમયે સારા-ખોટાની જાણ ન હતી. તો હું કોઈ એવા સાથે રિલેશનમાં આવી ગઈ જે મારી સાથે ખોટુ કરવામાં ખુશ હતો. કોઈ એવું જે સરળતાથી જોઈ શક્તું હતું કે કેવી રીતે ફોસલાવી શકાય છે. પરંતુ તે સમયે બધુ સારૂ લાગી રહ્યું હતું.
મિયાએ આગળ જણાવ્યું કે તે સમયે જે તેમનો પાર્ટનર હતો તે અમેરિકી સેનામાં હતો. તેણે તેને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં જવા માટે પ્રેશર કર્યું. તેણે જ પોર્નની દુનિયાથી મને બતાવી અને ધીરે ધીરે મને તેમાં જવા માટે પ્રોત્સાહિત કરતો રહ્યો. મિયાએ જણાવ્યું કે તે સમયે તે ફક્ત ૨૦ વર્ષની હતી જ્યારે તેને પોર્ન સ્કાઉટથી કાર્ડ મળ્યું. મિયાએ તેને પોતાના પતિને બતાવ્યું અને તે આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો હતો.
મિયાએ કહ્યું, મને તેને રિલેશનશિપ કહેવું પણ ખૂબ જ અજીબ લાગે છે. કારણ કે તેમાં રિલેશન જેવું કંઈ જ ન હતું. તે એવું હતું જેવું જાણે તેને રમવા માટે રમકડુ મળી ગયું છે. જણાવી દઈએ કે મિયાના હિજાબ પહેરેલા પોર્ન વીડિયોને ખૂબ જ ચર્ચા મળી હતી.
આ વિશે તેણે કહ્યું કે તેમના કારણે તેમને આઈએસઆઈએસથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મિયાએ કહ્યું, તેમણે મને મારા માથા વગરના ફોટો મને મોકલ્યા હતા અને મને ધમકાવી હતી કે મારી સાથે શું થઈ શકે છે.