મિત્રતાના નામે વિધર્મી યુવકનું દુષ્કર્મ: અમદાવાદનો યુવક યુવતીને રાજકોટની હોટલમાં લઈ ગયો, શારીરિક સંબંધ બાંધ્યા

  • ફોટા-વીડિયો વાઇરલ કરવા ધમકી આપી..

રાજકોટ,

રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં રાજકોટમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી મૂળ જામનગર પંથકની યુવતીને અમદાવાદના મુસ્લિમ યુવાન સાથે અમદાવાદમાં સાથે નોકરી કરી હોવાથી એ વખતની મિત્રતાને લીધે ભોળવી મળવા બોલાવી હતી. રાજકોટની હોટલમાં લઇ જઇ બળજબરીથી શરીર સંબંધ બાંધી તેનો દેહ અભડાવ્યો હતો તેમજ મોબાઇલમાં ફોટા-વીડિયો ઉતારી બાદમાં પોતાની સાથે ધરાર સંબંધ રાખવાનું કહ્યું હતું અને ’જો નહિ રાખે તો ફોટા વીડિયો વાઇરલ કરી દઈશ’ એમ કહીને તેના પરિવારને પણ મોકલી આપશે, એવી ધમકી આપતાં યુવતીએ અંતે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટ તાલુકા પોલીસે ભોગ બનનારી ૩૦ વર્ષીય યુવતી, જે મૂળ જામનગર પંથકની છે. તેની ફરિયાદને આધારે અમદાવાદ જુહાપુરામાં અલસાગર એપાર્ટમેનટ ડી-૨માં રહેતા ઝુબીન શમીમખાન પઠાણ વિરુદ્ધ આઇપીસી ૩૭૬, ૫૦૬ મુજબ બળાત્કાર ગુજારી શરીર સંબંધ બાંયાના ફોટા વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી તેમજ તેના પરિવારને આ ફોટા-વીડિયો મોકલી દેશે એવી ધમકી આપ્યાનો ગુનો નોંધ્યો છે.

યુવતીએ પોતાની આપવીતી ફરિયાદમાં પોલીસ સમક્ષ જણાવી હતી, જેમાં તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલમાં રાજકોટમાં રહુ છું. અગાઉ ૨૦૧૮માં હું અમદાવાદ ખાતે એક કંપનીમાં નોકરી કરતી હતી. એમાં માસિક આઠ હજાર પગાર હતો. ઓક્ટોબર-૨૦૧૮માં અમારી કંપનીમાં સાથે જ ઝુબીન પઠાણ નોકરી કરતો હોવાથી તેની સાથે મિત્રતા થઇ હતી. એ પછી અમે મોબાઇલ ફોન પર એકબીજા સાથે વાતચીત કરતં હતાં. ચાર-પાંચ મહિના અમે સાથે નોકરી કરી હતી અને એ દરમિયાન ગ્રુપ સર્કલમાં સાથે ફરવા પણ જતાં હતાં.

તેણે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૯માં માર્ચ મહિનામાં મેં અમદાવાદ કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું અને રાજકોટ આવી ગઇ હતી. રાજકોટ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. આ વખતે પણ મોબાઇલ ફોનથી ઝુબીન સાથે વાતચીતનો વ્યવહાર ચાલુ હતો. એ પછી ૨૦૨૧માં નવેમ્બર મહિનામાં ઝુબીન રાજકોટ આવ્?યો હતો. અમે બંને મિત્ર હોવાથી તે મને વાતોમાં ભોળવી ૧૫૦ ફૂટ રિંગ રોડ પરની ગેલેરિયા હોટલમાં લઇ ગયો હતો, જ્યાં તેણે જબરદસ્તીથી મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો અને મોબાઇલ ફોનમાં મારા ફોટા તથા વીડિયો પણ લઇ લીધા હતા.

તેણે આગળ જણાવ્યું હતું કે જે બાદ ઝુબીન વિશે મેં તપાસ કરતાં ખબર પડી હતી કે તે અમદાવાદ જુહાપુરામાં અલસાગર એપાર્ટમેન્ટ ડી-૨માં રહે છે. એ પછી મેં તેની સાથે ફોનમાં વાત કરવાનું ઓછું કરી નાખ્યું હતું, પણ તે છેલ્લા પાંચ-છ મહિનાથી મને અવારનવાર મેસેજ કરી ફોન કરી ફોટાઓ વાઇરલ કરી દેવાની ધમકી આપી પરેશાન કરતો હોવાથઈ અને પોતાની સાથે જો મારી સાથે સંબંધ નહિ રાખે તો હું તારા પરિવારને ફોટા વીડિયો મોકલી દઇશ એવી ધમકી આપી હેરાન કરતો હતો. આ પછી મેં મારા ભાઈને વાત કરતાં તેણે હિંમત આપી હતી. સામાજિક કારણસર મેં આજ સુધી ફરિયાદ કરી નહોતી, પરંતુ ઝુબીન તરફથી ધમકી ચાલુ જ રહી હોવાથી અંતે ફરિયાદ કરવા પહોંચી હતી. હાલ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.