મીઠાલી ગામે થી પાંચ ફૂટ લાંબો મગર પકડાયો

ચોમાસાની શરૂઆતના પગલે ગ્રામ્ય વિસ્તારોમાં અને નદી, નાળા,કોતરોની આસપાસના વિસ્તારો માંથી સરીસૃપ પ્રાણી અને મગર દેખા દેવાની ઘટનાઓ વધી જવા પામી છે. માનવ વસાહતમાં આવી જતા આવા જળચર અને હિંસક પ્રાણીઓનાં કારણે ભારે ભય રહેતો હોય છે.

શહેરા તાલુકાના મીઠાલી ગામ રાઠોડ ભારતભાઈ કાળુભાઈના ખેતરમાં ક્યાંક થી અચાનક મગર આવી ચડતા મગરને જોઈને ભયભીત બની ગયેલ ખેડૂત દ્વારા શહેરા વન વિભાગનો સંપર્ક કરતા નજીકના ખાંડિયા બીટના ફોરેસ્ટર આર.એસ.ચૌહાણ, બીટ ગાર્ડ જી.ટી.પરમાર અને વિજયભાઈ સહિતની વન વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ પાંચ ફૂટ લાંબા પુખ્ત મગરને પકડી લેવામાં આવતા ખેડૂત પરિવાર સહિત ગ્રામજનોમાં હાશકારો વ્યાપ્યો હતો.