મિશન ૨૦૨૪ માટે આમ આદમી પાર્ટીએ ૨૦ ’આંબેડકર ફેલો’ની પસંદગી કરી

નવીદિલ્હી, દેશની અંદર રાજકીય પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે આમ આદમી પાર્ટીએ “આંબેડકર ફેલોશિપ” કાર્યક્રમ હેઠળ ૨૦ ફેલોની પસંદગી કરી છે. આ માટે દેશની સૌથી ઝડપથી વિક્સતી રાષ્ટ્રીય પાર્ટીને દેશભરમાંથી હજારો અરજીઓ મળી હતી અને ૨ મહિનાની કઠિન પસંદગી પ્રક્રિયા બાદ ૨૦ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. તાલીમના પ્રથમ દિવસે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા અને વરિષ્ઠ નેતાઓ જસ્મીન શાહ, રીના ગુપ્તા અને નીરજ પાંડેએ ફેલોને સંબોધિત કર્યા અને તેમની જવાબદારીઓ વિશે માહિતી આપી. આ ફેલો દિલ્હી અને પંજાબમાં આપના પ્રખ્યાત મોડલ જેવા કે શિક્ષણ અને આરોગ્ય સુધારા, મફત પાણી અને વીજળી નીતિ, ઇલેક્ટ્રિક વાહન નીતિ વગેરે પાછળના સંઘર્ષથી આકર્ષાયા છે.

ઓરિએન્ટેશન દરમિયાન ફેલોને સંબોધતા પંકજ ગુપ્તાએ કહ્યું કે આ ફેલોમાં એવા લોકો પણ સામેલ છે જેઓ પ્રથમ બેચમાં જોડાઈ શક્યા નથી. ઇન્ટરવ્યુ દરમિયાન, આ યુવાનોએ દેશના કલ્યાણમાં યોગદાન આપવાની આતુરતા દર્શાવી હતી. તે જ સમયે, જેઓ પ્રથમ બેચમાં ન આવી શક્યા તેઓ પણ હવે આપ ના વિસ્તૃત પરિવારનો એક ભાગ છે.

જાસ્મીન શાહે જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે યુવાનો ભારતના વિકાસ અને લોકકલ્યાણને આકાર આપે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકે તેવા કૌશલ્યોથી સજ્જ કરે. આ ફેલો મુખ્યત્વે વિદેશી સંસ્થાઓ સહિત પ્રખ્યાત સંસ્થાઓ અને યુનિવસટીઓમાંથી આવ્યા છે. તેમાંથી મોટા ભાગની રાજકીય આકાંક્ષાઓ ધરાવે છે. આ બેચમાં ઘણા રાજ્યોના લોકોનો સમાવેશ થાય છે, જેઓ આપ ની વિકાસ વિચારધારાને આગળ વધારવા માટે ઉત્સાહિત છે.

રીના ગુપ્તાએ કહ્યું કે આપણા યુવાનો પાસે આ દેશના પડકારોનો અનોખો ઉકેલ છે. મોટા પાયા પર આપણે સામાજિક પરિવર્તન લાવી શકીએ તે એકમાત્ર રસ્તો રાજકારણ છે. આજના યુવાનો આને સમજે છે અને ભારતને નંબર-૧ બનાવવાના આપના ઈરાદા માટેનું વિઝન ધરાવે છે. આ ફેલોશિપની જાહેરાત આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગયા વર્ષે ડિસેમ્બરમાં કરી હતી. તેનો ઉદ્દેશ્ય ભારતના રાજકીય પરિવર્તનમાં યુવાનોને સામેલ કરવાનો હતો. ફેલોશિપની શરૂઆતમાં, તેમણે યુવાનોને અપીલ કરી હતી કે આપ ભારતના ઇતિહાસમાં સૌથી ઝડપથી વિક્સતી પાર્ટી છે, કારણ કે તે પ્રામાણિક અને શિક્ષિત લોકોની પાર્ટી છે. તમે દેશમાં જ્યાં પણ રહો છો, જો તમારામાં ભારતીય રાજકારણ બદલવાનો અને ભારતને વિશ્ર્વમાં નંબર ૧ દેશ બનાવવાનો ઉત્સાહ હોય, તો આ ફેલોશિપ પ્રોગ્રામ તમારા માટે એક સુવર્ણ તક છે.

આ ૧૧ મહિનાના કાર્યક્રમનો ઉદ્દેશ્ય દેશના યુવાનોને કૌશલ્યોથી સજ્જ કરવાનો છે જેથી તેઓ પોતાનો અવાજ ઉઠાવી શકે, તેમની સમસ્યાઓનું સમાધાન શોધી શકે અને ચૂંટણીનો નજીકથી અનુભવ કરી શકે. આ ફેલો પાર્ટીના મેનિફેસ્ટો, કોમ્યુનિકેશન સ્ટ્રેટેજી અને દેશભરમાં રાજકીય પ્રચાર પર પાર્ટી નેતૃત્વ સાથે કામ કરશે. આ ફેલોશિપ સમાન વિચાર ધરાવતા લોકો સાથે પ્રભાવશાળી એક્સપોઝર અને નેટવકગ તકો પ્રદાન કરશે.

ફેલોનું સ્વાગત કરતા, આમ આદમી પાર્ટીએ કહ્યું કે ભારતના યુવાનો એક એવા વળાંક પર ઉભા છે જે આવનારી પેઢીઓ માટે વિકાસના માર્ગો નક્કી કરશે. આગળ આવો અને આ મહત્વપૂર્ણ સંદર્ભમાં તમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરો, જે ૧ અબજથી વધુ ભારતીયોની આકાંક્ષાઓને પ્રેરણા આપે છે અને દેશના દરેક ખૂણે એક મહત્વપૂર્ણ અવાજ આપે છે.

ફેલોશિપના ભાગ રૂપે, તમને વિકાસ અને જાહેર કલ્યાણને આકાર આપવા અને તમામ નાગરિકોને સશક્ત બનાવવા માટે માર્ગદર્શનની જવાબદારી સોંપવામાં આવશે. આ ફેલોશિપ ફેલોના ગુણોને વધારશે અને અદ્યતન રાજકીય સંશોધન અને અગ્રણી પ્રોજેક્ટ્સ હાથ ધરવાની તેમની ક્ષમતાને મજબૂત કરશે. જેથી તેઓ તેમના સંશોધન અને તાકક વિચાર કૌશલ્યનો ઉપયોગ કરી શકે તેવા મુદ્દાઓ પર અસરકારક રીતે અભિયાન ચલાવી શકે જે આજે તેમના અને રાષ્ટ્ર માટે સૌથી મહત્વપૂર્ણ છે.