
- 160 કિમી લાંબા નાગદા-ગોધરા સેક્શનમાં 93 કિમીના ટ્રેકની બંને બાજુ બાઉન્ડ્રી વોલ બનાવવાનું કાર્ય પૂર્ણ
- 56 કરોડના ખર્ચે બંને તરફ બાઉન્ડ્રી વોલ તૈયાર થશે, દાહોદ ગોધરા વચ્ચે મોટાભાગનું કાર્ય અધુરૂ
- અવારનવાર જાનવરો ટ્રેક પર આવતા ઝડપથી ટ્રેનોના સંચાલનમાં અવરોધ,રેલવેને નુકસાન
પશ્ચિમ રેલવે દિલ્હી-મુંબઈ રૂટ પર 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડતા પહેલા રેલવે ટ્રેકને સુરક્ષિત કરી રહ્યું છે.પ્રાણીઓ અને અન્ય લોકોને ટ્રેક પર આવતા અટકાવવા માટે,સમગ્ર રાજધાની માર્ગ પર ટ્રેકની બંને બાજુએ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી રહી છે.જેમાં રતલામ વિભાગમાં આ માર્ગનો ભાગ નાગદાથી ગોધરા સુધીનો છે.તેની લંબાઈ 160 કિમી છે.તેમાંથી અત્યાર સુધીમાં 93.20 કિલોમીટરમાં બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી છે.જેમાં નાગદા-રતલામ રેલ્વે સેક્શનમાં 60 કિલોમીટર લાંબી બાઉન્ડ્રી વોલ બનાવવાનું કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
જયારે હાલમાં રતલામ-ગોધરા વચ્ચે કામ ચાલી રહ્યું છે.આ વિભાગ લગભગ 100 કિમી લાંબો છે.જેમાં 33.20 કિમીમાં પ્રી-કાસ્ટ કોંક્રીટની બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી રહી છે.બાકીના 67 કિમીમાં પણ ટૂંક સમયમાં બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.બાઉન્ડ્રી વોલ બનાવવા માટે 56 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે નાગદાથી કોટા સેકશનમાં તાજેતરમાં તમામ અવરોધો દૂર કર્યા બાદ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવવાનો ટ્રાયલ પણ થઈ ગયું છે. ત્યારે હવે નજીકના સમયમાં નાગદા ગોધરા સેક્શનમાં કાર્ય પૂર્ણ થયા બાદ રેલવે દ્વારા ટ્રાયલ કરવામાં આવશે.
રેલવેના તમામ વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે
મિશન રફ્તાર હેઠળ હાલમાં ડિવિઝનના તમામ વિભાગો સાથે મળીને કામ કરી રહ્યા છે.જેમાં પુલનું સમારકામ, OHE ની જાળવણી, સિગ્નલિંગ સિસ્ટમમાં સુધારો,પુલ પર સ્ટીલ ચેનલ સ્લીપરની જગ્યાએ એચ બીમ સ્લીપર્સ લગાવવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત,ઓપરેશનલ અડચણો દૂર કરવા, લૂપ લાઇનનું નવીનીકરણ, વળાંક ફરીથી ગોઠવવા અને અન્ય કામો ચાલુ છે.
વિભાગના બાકીના વિભાગોમાં સલામતી ફેન્સીંગ કરવામાં આવી રહી છે.
રાજધાની રૂટ ઉપરાંત ડિવિઝન સેફ્ટી ફેસિંગ કરીને અન્ય વિભાગોને પણ સુરક્ષિત કરી રહ્યું છે.જેમૌઉજજૈનં -દેવાસ-ઈન્દોર સેક્શનમાં 11 કિમી, નાગદા-ભોપાલ સેક્શનમાં 21 કિમી, રતલામ-ખંડવા સેક્શનમાં 4 કિમી, ચંદેરિયા મંદસૌર વચ્ચે 6.20 કિમી અને મંદસૌર-રતલામ વચ્ચે 3.70 કિમીમાં ફેન્સિંગ લગાવવામાં આવી છે.જોકે પીઆરઓ ખેમરાજ મીણાએ જણાવ્યું હતું કે બાઉન્ડ્રી વોલના નિર્માણથી ટ્રેક પર પાળેલા અને જંગલી પ્રાણીઓની અવરજવર અટકી જશે. તેનાથી ટ્રેનોને મહત્તમ ઝડપે સુરક્ષિત રીતે ચલાવવામાં મદદ મળશે.