
પોરબંદર, પોરબંદર ઇશિતા મોઢાએ મિસ ઇન્ડીયા વર્લ્ડનો ખીતાબ મેળવ્યો છે. ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરની ઇશિતા મોઢા એ મિસ ઇન્ડીયા વર્લ્ડનો ખીતાબ મેળવી પોરબંદરને ગૌરવ પ્રદાન કર્યું છે.
લખનવ ખાતે તાજેતરમાં વિકી બહેલ દ્વારા મિસ ઇન્ડિયા વર્લ્ડ શો યોજાયો હતો. જેમાં પોરબંદરના હરીશભાઈ મોઢા અને પૂજાબેનબેન હરીશભાઈ મોઢાની સુપુત્રી અને પૂર્વ ચેરમેન છાયા નગરપાલિકા અને બ્રહ્મ સમાજ અગ્રણી નરેશભાઈ થાનકીના પુત્રવધુ ઈશિતા મોઢાને મિસ વર્લ્ડ તરીકે વિજેતા ઘોષિત કરવામાં આવી છે.
ઈશિતા મોઢા એ ફરી એક વખત પોરબંદરનુંનામ રોશન કર્યું છે. આ શો દરમ્યાન તેમને સર્ટીફીકેટ, ટ્રોફી સહિત અને ઉપહારથી સન્માન કરવામાં આવ્યા છે. ઇશિતા મોઢા છેલ્લા બે વર્ષથી મોડલિંગ ક્ષેત્રથી જોડાય છે અને ટુંક સમયમાં તેમણે અનેક સિધીઓ મેળવી છે.
પોરબંદરની ઇશિતા મોઢા છેલ્લા બે વષથી મોડલિંગ ક્ષેત્રથી જોડાય છે અને અત્યાર સુધીમાં પાંચ જેટલા એવોર્ડ મેળવ્યા છે અમદાવાદ ખાતે આયોજીત અલગ-અલગ ત્રણ કાર્યક્રમમાં તેમજ સુરત અને પોરબંદર ખાતે આયોજીત ફેશન શોમાં મીસનો ખીતાબ પણ મેળવ્યો છે.
ફેશન શોમાં અત્યાર સુધીમાં મીસના પાંચ જેટલા ખિતાબ મેળવનાર ઇશિતા મોઢાએ અમદાવાદ ખાતે મિસ ઇન્ડીયા વર્લ્ડનો ખીતાબ મેળવી અને પોરબંદરને ગૌરવ પ્રદાન કર્યું છે. આ સફળતાને લઇ ઇશિતાએ એવું જણાવ્યું હતું કે પોરબંદર જેવા નાના શહેરમાં રહી અને મોડલિંગ ક્ષેત્રે સફળતા મેળવવું કપરું છે પરંતુ પરિવારના સહયોગને કારણે આ સફળતા મારા માટે સરળ બની છે.