
મુંબઇ, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં આઠમા સ્થાને છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર નવમા સ્થાને છે. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નિર્ધારિત ૨૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૧૯૬ રન બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે ઓપનર ફાફ ડુ પ્લેસીસે સૌથી વધુ ૬૧ રનની ઇનિંગ રમી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમને આ મેચ જીતવા માટે ૨૦ ઓવરમાં ૧૯૭ રન બનાવવાના છે.
લક્ષ્યનો પીછો કરવા આવેલી મુંબઈ ઈન્ડિયન્સ ટીમના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે માત્ર ૧૭ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. પરંતુ સૂર્યકૂમાર જ્યારે ૧૫ રન પર હતો ત્યારે ૧૧ મી ઓવરના ચોથા બોલે આરસીબીને સુર્ય કુમારનો શાનદાર કેચ આઉટ મળે તેમ હતો. પરંતુ કેટલાક સંજોગોને કારણે આરસીબીના ખેલાડી મેક્સવેલે આ કેચ છોડ્યો હતો. જે બાદ છગ્ગા ચોગ્ગાનો વરસાદ કરી ૧૯ બોલમાં ૫૨ રન બનાવ્યા હતા. બાદમાં તે આઉટ થયો હતો. જોકે ત્યાર સુધીમાં ટીમ સ્કોર ૧૭૬ સુધી પહોંચી ગયો હતો. એટલે કે આરસીબીની આ એક ભૂલના કારણે મેચ હાથ માંથી નીકળી ગઈ હતી. જો આ કેચ પકડાયો હોત તો એમઆઇ પર પ્રેસર હોત અને મેચ જીતવા માટે આરસીબી પાસે નક્કર પ્લાનિંગ હોત.
આ સિવાય ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ટી ૨૦ ક્રિકેટમાં ૭૦૦૦ રન પૂરા કર્યા છે. ૨૦૨૪ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી મેચમાં આ સીમાચિહ્ન સુધી પહોંચ્યો હતો.
મુંબઈ તરફથી તોફાની બેટિંગ કરતા સૂર્યકુમાર યાદવે ૧૯ બોલમાં ૫૨ રન બનાવ્યા જેમાં તેણે ૫ ફોર અને ૪ સિક્સર ફટકારી હતી. ઈશાન કિશને ૩૪ બોલમાં ૬૯ રન બનાવ્યા હતા. રોહિત શર્માએ ૩૮ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ ૨૧ રનની અણનમ ઇનિંગ રમી હતી. આ દરમિયાન આરસીબી તરફથી આકાશ દીપ, વિજય કુમાર વિશાક અને વિલ જેક્સે એક-એક વિકેટ લીધી હતી.