એમઆઇ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ફટકારી દીધો

હૈદરાબાદ, સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ સર્જ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડીયન્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ઈતિહાસના સૌથી વધારે ૨૭૭ રન ખડકી દીધાં હતા. સનરાઈઝર્સ હૈદરાબાદના બેટરોએ મુંબઈ ઈન્ડીયન્સના બોલરોના છક્કા છોડાવી દીધા હતા. સનરાઈઝર્સ હૈદરાબાદના ૩ બેટરો અભિષેકે ૨૩ બોલમાં ૬૩, હેનરિચ ક્લાસેને ૩૪ બોલમાં અણનમ ૮૦ રન અને એડન માર્કરામે વિસ્ફોટક ૪૨ રન બનાવ્યાં હતા.

સનરાઈઝર્સ હૈદરાબાદના ૩ બેટરો અભિષેક, હેનરિચ ક્લાસેન અને એડન માર્કરામે વિસ્ફોટક બેટિંગ કરીને ટીમ માટે પહાડી સ્કોર ઊભો કર્યો હતો અને ટીમે ૨૭૮ રનનો સૌથી મોટો ટાર્ગેટ આપ્યો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદે કરેલો ૨૭૭ રનનો સ્કોર આઈપીએલના ઈતિહાસનો સર્વોચ્ચ છે. આ પહેલા ૨૩ એપ્રિલ ૨૦૧૩ના રોજ આરસીબીએ પુણે વોરિયર્સ સામે ૫ વિકેટે ૨૬૩ રન બનાવ્યા હતા તે વખતે ક્રિસ ગેલે ૬૬ બોલમાં ૧૭૫ રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

ટ્રેવિસ હેડે ૧૮ બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી

સનરાઇઝર્સની ટીમ માટે ટ્રેવિસ હેડે સૌથી પહેલા ૧૮ બોલમાં આ સિઝનની સૌથી ઝડપી ફિટી ફટકારી હતી. આ પછી અભિષેક શર્માએ આ રેકોર્ડ તોડીને ૧૬ બોલમાં ધમાકેદાર ફિટી ફટકારી હતી. આ સિઝનમાં હેડની આ પહેલી મેચ છે. તેણે ૨૪ બોલમાં ૬૨ રન બનાવ્યા હતા. હાદકની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડીયન્સના બોલર્સ હૈદરાબાદના બેટરો સામે હાંફી ગયાં હતા. હાદક પંડયા, ગેરાલ્ડ કોએત્ઝી અને પિયુષ ચાવલાએ ૧-૧ વિકેટ ઝડપી હતી.