ધોધંબા, નાલંદા વિદ્યાલય ઘોઘંબામાં MG સેવા અને સહેલી સેવાના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય વિસ્તારની બહેનોની તંદુરસ્તીની જાગૃતિ માટે એક આયોજન કરવામાં આવ્યું. જેના અધ્યક્ષ સ્થાને સુધાકર યાદવ ડાયરેકટર, ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ મહેમાન તરીકે, આર.એફ.ઓ.જયેશ ધુમાડિયા, પી.એસ.આઇ ઝાલા, સરપંચ નિલેશભાઈ વરિયા અને ડોક્ટર દિપીકાબેન હાજર રહ્યા હતા. આ પ્રસંગે MG મોટર્સના જનરલ મેનેજર કિરણભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે, આપના વિસ્તારમાં બહેનોને સૌથી વધુ રોજગાર આપનારી કંપની MG મોટર્સ છે. અને જ્યાં સેવાની સૌથી વધુ જરૂર છે, તેવા વિસ્તારમાં આવી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં વિશેષ આનંદ આવે છે. સહેલી સેવા ટ્રસ્ટના ચેર પર્સન અને નાલંદા વિદ્યાલયના સંચાલક ભગવતીબેન જોષીએ સ્ત્રી સ્વાસ્થ્યનું મહત્વ સમજાવતા જણાવ્યું કે આપણા સમાજમાં કુટુંબના સૌ સભ્યોના આરોગ્યનું ધ્યાન રાખનાર સ્ત્રીનું સ્વાસ્થ્યનું ધ્યાન સ્ત્રીએ પોતે પણ નથી રાખીતી અને એટલે જ સહેલી ગ્રુપની જેમ MG મોટર્સ પણ આટલા અંતરિયાળ વિસ્તારમાં આવી સ્ત્રીની સશક્તિકરણની પ્રવૃત્તિઓ કરે છે. એ ખરેખર પ્રસંસનીય છે સ્ત્રી શિક્ષણ, સ્ત્રી રોજગાર, અને સ્ત્રી સ્વાસ્થ્ય આવી પ્રસંગ સ્ત્રીતરીય પરિણામ લક્ષી પ્રવૃત્તિ કરીને MG મોટર્સ પંચમહાલ જીલ્લા અને સ્થાનિક વિકાસમાં સુંદર કાર્ય કરી રહી છે. અંતે નેહલબેન જોશી, નિધીબેન નૈયર અને MG સેવા ટીમે સંયુક્ત રીતે કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો આભાર માન્યો.